ભાવનગર,તા.રપ
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આઈટીઆઈ મહિલા કોલેજમાં કોલેજના આચાર્ય મનોજ ચાંદલિયાએ કોલેજમાં કામ કરતી મહિલા સુપરવાઈઝરને જાતિય સતામણી કરી વારંવાર અબરીત માગણીઓ કરતા અને મહિલા કર્મી તાબે ન થતા એન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરતા ન છુટકે મહિલા કર્મીએ ૧૮૧ અભિગમને કોલ કરી ફરિયાદ કરતા બેશરમ આચાર્ય મનોજ ચાંદલિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મહિલા કર્મચારીએ ફરિયાદમાં જણાવેલ કે આચાર્ય ચાંદલિયા એટલી હદે હેરાન કરતા કે મહિલા તેમની નોકરીની જગ્યાએ આવવા જવા માટે તેના પતિને સાથે રાખી આવન-જાવન કરતી આ ઉપરાંત આઈટીઆઈમાં મહિલા કર્મચારીએ ફરિયાદ કરતા આ કોલેજમાં ભણતી અન્ય એક વિદ્યાર્થિનીએ પણ આચાર્ય સામે જાતિય સતામણીની ફરિયાદ કરતા સમગ્ર બનાવને લઈને વિજીલન્સ ટીમ તપાસ અર્થે ભાવનગર આવી પહોંચતા આચાર્ય ભાગી છુટયો હતો. આ અંગે તપાસ કરતા અધિકારીએ પત્રકારોને આ અંગે કશું જ જણાવેલ નહીં અને જાણે આચાર્ય લંપટને બચાવવા કારશા કરતા હોય તેવી છાપ ઉભી થવા પામી છે. આમ મીટું અભિયાન ભાવનગરથી પણ શરૂ થયું છે.