(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
બોલિવૂડ અભિનેત્રી તન્નુશ્રી દ્વારા અભિનેતા નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ મુકવામાં આવ્યા બાદ હવે જુદી-જુદી ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ પણ પોતાની સાથે થયેલા યૌન દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી #Me Too કેમ્પેનની શરૂઆત થયા બાદ તેની અડફેટમાં મીડિયા જગત પણ આવી ગયું છે અને તેની જ્વાળાઓ મોદી સરકારના એક પ્રધાનને પોતાની અડફેટમાં લઇ રહી છે. પોતાના સમયના નામાંકિત સંપાદક અને વર્તમાન રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન એમજે એકબર સામે છ વરિષ્ઠ મહિલા પત્રકારોએ જાતીય સતામણીના આરોપો મુક્યા છે.વરિષ્ઠ મહિલા પત્રકાર પ્રિયા રમાણી દ્વારા અકબર સામે યૌન શોષણના આરોપ મુકવામાં આવ્યાના એક દિવસ બાદ તેમની ભૂતપૂર્વ સહયોગી પ્રેરણાસિંહ બિંદ્રાએ પણ એકબર સામે જાતીય સતામણીનો આરોપ મુક્યો છે. જ્યારે એમજે અકબર સામે જાતીય સતામણીના આરોપો મુકનારી મહિલા પત્રકારોમાં સુપ્રિયા શર્મા, શુમા રાહા,સુપર્ણા શર્મા, કનિકા ગેહલોત અને અન્ય કેટલીક મહિલા પત્રકારોનો સમાવેશ થાય છે. એમજે અકબર સામે જાતીય સતામણીના આરોપો મુકનારી મહિલાઓની યાદી લાંબી થઇ રહી છે પરંતુ આ બાબતે એમજે અકબરે કોઇ પણ પ્રકારની હજી સુધી કોઇ ટિપ્પણી કરી નથી. દરમિયાન, ફોર્સ ન્યૂઝ મેગેઝીનનાં એક્ઝિક્યુટિવ એડિટર ગઝાલા વહાબે એમજે અકબર સાથે એશિયન એજ અખબારમાં નોકરી દરમિયાન અત્યંત આઘાતજનક અને ચૌંકાવનારી વિગતો આપી છે. તેમના બોસ એમજે અકબર દ્વારા તેમની કરવામાં આવેલી પજવણી વિશે ગ્રાફિક સ્ટાઇલમાં વર્ણન કરતા તેમણે જણાવ્યું કે એશિયન એજ અખબારમાં મારા છેલ્લા છ મહિના ખરેખર નરક જેવા હતા. આ છ મહિનામાં અકબરે વારંવાર તેમની જાતીય સતામણી કરી હતી.
પ્રિયા રમાણી ઉપરાંત ૧૯૯૫થી ૧૯૯૭ સુધી એમજે અકબર સાથે એશિયન યુગ અને અન્ય પ્રકાશનોમાં કામ કરનાર સ્વતંત્ર પત્રકાર કનિકા ગેહલોતે જણાવ્યું કે ‘મેં રમાણીનો લેખ વાંચ્યો ન હતો પરંતુ એમજે અકબરે ઘણી મહિલાઓની જાતીય સતામણી કરી છે. મેં અકબર સાથે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે પરંતુ શરૂઆતમાં જ એક વ્યક્તિએ અકબરની હરકતો વિશે મને એલર્ટ કરી દીધું હતું.’
હાલમાં દિલ્હીમાં ધ એશિયન એજનાં રેસિડેન્ટ એડિટર સુપ્રિયા શર્માએ જણાવ્યું કે તેઓ તે વખતે ૨૦ વર્ષનાં હતાં. સુપ્રિયા શર્માએ એમજે અકબર સાથે ૧૯૯૩થી ૧૯૯૬ સુધી કામ કર્યું. પોતાની જાતીય સતામણી વિશે તેમણે કહ્યું કે એક દિવસ તેઓ અખબારનું પાનું બનાવી રહ્યાં હતાં ત્યારે એમજે અકબર તેમની પાછળ ઉભા હતા. અકબરે પાછળથી મારી બ્રા સ્ટ્રીપ ખેંચીને કંઇક કહ્યું. હું તરતજ તેમની સામે મોટેથી બોલી. આ સાથે જ સુપ્રિયાએ અકબર સામે અન્ય ઘણા ગંભીર આરોપો મુક્યા છે. લેખિકા શુમા રાહાને ૧૯૯૫માં નોકરીના સંદર્ભમાં એમજે અકબરે ઇન્ટરવ્યૂ માટે કોલકાતાની તાજ બંગાલ હોટલમાં બોલાવ્યાં હતાં. જ્યારે તેઓ લોબીમાં પહોંચ્યાં તો તેમને ઉપર બોલાવીને ઇન્ટરવ્યૂ દરમિયાન બેડ પર બેસવાનું તેમને અસહજ લાગ્યું હતું. અકબરે જોબની ઓફર કરીને ડ્રીંક પર પોતાની સાથે આવવાનું કહ્યું હતું. રાહા ડરી ગયા હતા અને તેમણે નોકરી જોઇન ન કરી. જ્યારે પત્રકાર પ્રેરણાસિંહ બિંદ્રાએ ૭મી ઓક્ટોબરે ટિ્‌વટમાં કહ્યું કે અકબરે કામની ચર્ચા કરવા માટે મને હોટલમાં બોલાવવામાં આવી હતી. તેમણે ના પાડી તો અકબરે બેડ પર મેગેઝીન મુકી દીધું હતું. તેમણે લખ્યું કે મારા કામના સમયે અકબરે મારી જિંદગી નરક બનાવી દીધી હતી. ઘણા બધા અવરોધોને કારણે તેઓ બોલી ના શક્‌યા, પરંતુ હા, ઈંસ્ી ર્‌ર્ ઇન્ડિયા. અન્ય એક મહિલા પત્રકાર શતાપા પૌલે રમાણીના ટિ્‌વટને રિટિ્‌વટ કરીને લખ્યું ‘ઈંસ્ી ર્‌ર્. અકબર સાથે ૨૦૧૦-૧૧માં કોલકાતામાં ઇન્ડિયા ટુડેમાં નોકરી દરમિયાન.

એમજે અકબર સામે વધુ મહિલા પત્રકારોએ જાતીય સતામણીના
આરોપો મૂક્યા બાદ કોંગ્રેસે અકબરનું રાજીનામું માગ્યું
કેન્દ્રીય પ્રધાન એમજે અકબર સામે મહિલા પત્રકારો દ્વારા યૌન શોષણના મુકવામાં આવેલા આરોપોથી અકબરની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. કોંગ્રેસે પણ હવે એમજે અકબરના મામલામાં માત્ર તપાસની માગણી કરી નથી પરંતુ તેમના રાજીનામાની પણ માગણી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એસ.જયપાલ રેડ્ડીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે મહિલા પત્રકારની જાતીય સતામણીના આરોપો અંગે એમજે અકબર પોતે આવીને ખુલાસો કરે, સંતોષકારક જવાબ આપે અથવા પોતાના હોદ્દાએથીરાજીનામું આપે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ થવી જોઇએ. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સુષમા સ્વરાજના મૌન સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આખરે પોતાના પ્રધાન પર સુષમા સ્વરાજ ચુપ કેમ છે ? ભાજપ ઉદિત રાજ સામે કાર્યવાહી શા માટે કરી રહ્યો નથી. અગાઉ, કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું હતું કે મૌન કોઇ વિકલ્પ નથી. આ પ્રકરણની તપાસ થવી જોઇએ. આ મુદ્દા અંગે અમે સંબંધિત પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સાંભળવા માગીએ છીએ. અકબર સામેના આરોપો વિશે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે સુષમા સ્વરાજે પણ કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન, એમજે અકબર સામે તપાસ કરવાની માગણી કરીને મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી ભાજપના પ્રથમ નેતા બની ગયા છે.