(એજન્સી)
ચંદીગઢ, તા.ર૬
ચંદીગઢમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લાંછન લગાવતી ઘટના સામે આવી છે. ૩૪ વર્ષની મહિલા શિક્ષકે તેના જ ૧૪ વર્ષીય વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યું છે. શિક્ષિકા વિદ્યાર્થીને ટયુશન આપતી હતી અને એ જ સમય દરમિયાન જાતીય શોષણ કરતી હતી. પોલીસે મહિલા શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તેને જેલ મોકલવામાં આવી છે. ચાઈલ્ડ હેલ્પલાઈનની પ્રોજેક્ટ મેનેજર સંગીતા જુડેએ જણાવ્યું હતું કે, પીડિત વિદ્યાર્થી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને એના જ વિસ્તારમાં રહે છે. શિક્ષિકા બાળકોને ટયુશન કરાવે છે. વિદ્યાર્થી નાપાસ થતાં તેના માતા પિતા તેને શિક્ષિકા પાસે લઈ ગયા અને તેના દીકરાનું ટયુશન લેવા કહ્યું હતું. શિક્ષિકા વિદ્યાર્થીનું બળજબરી પૂર્વક જાતીય શોષણ કરતી હતી. અને તેને મારતી પણ હતી. શિક્ષિકા વિદ્યાર્થીને અંદર રૂમમાં લઈ જતી અને જાતીય શોષણ કરતી હતી. વિદ્યાર્થીની કાઉન્સિલિંગ કરાતાં વિદ્યાર્થીએ આખી વાતનો ખુલાસો કર્યો હતો.
કિશોરે જણાવ્યું કે, શિક્ષિકા તેની સાથે પરાણે સંબંધો બાંધતી હતી. અને તેને એક મોબાઈલ પણ વેટ કરવા માટે આપ્યો હતો. કિશોરના મોબાઈલમાં શિક્ષિકાના ઘણા લાગણીશીલ મેસેજો હતા. શિક્ષકા માર્ચ મહિનાથી વિદ્યાર્થીનું શોષણ કરતી હતી.