નવી દિલ્હી,તા.૧૬
ભારતમાં જાતીય શોષણ વિરૂધ્ધ જારી મી ટુ અભિયાનમાં સપડાયેલ મોદી સરકારના મંત્રી એમ.જે. અકબરને બરતરફ કરવા મહિલા પત્રકારોની એક પેનલે રાષ્ટ્રપતિ સમક્ષ માગણી મુકી છે.
અહેવાલ અનુસાર, નેટવર્ક ઓફ વુમન ઈન મીડિયા ઈન ઈન્ડિયા (એનડબલ્યુએમઆઈ) એ સોમવારે રાષ્ટ્રપતિ કોવિંદને એક પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે એમ.જે. અકબર કેન્દ્રીય મંત્રી મંડળમાં હજુ સુધી તેમના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જે અનૈતિક અને અયોગ્ય છે એ વાત સાથે તમે સંમત હશો જ આ કારણથી કથિત કુકર્મની સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ શકે છે. એનડબલ્યુએમઆઈએ જણાવ્યું કે એક અપરાધીનો માનહાનિનો આરોપ એવા લોકોને ધમકાવવા અને ચૂપ કરાવવાનો પ્રયાસ છે જે શકિતશાળી પદ પર બેસેલા પુરૂષો દ્વારા મહિલાઓના જાતીય શોષણ પ્રકાશમાં લાવી રહ્યા છે. એમ.જે. અકબરે માનહાનિનો કેસ કરીને જાતીય શોષણનો ભોગ બનેલ મહિલાઓને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો છે. પેનલે અકબરે એક સ્વતંત્ર તપાસમાં સહયોગ આપવા અને વિદેશ મંત્રાલયને તપાસ પુર્ણ થાય ત્યાં સુધી પદભ્રષ્ટ કરવા માગણી કરી છે.