(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર પ્રશ્નો ઊભા કર્યા છે. કેન્દ્રમાં રહેલી મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ દ્વારા તેમણે પ્રશ્ન કર્યો કે હવે દેશમાં કોઈને પોતાના વિચાર રજૂ કરવાની આઝાદી ઝૂંટવવામાં આવી રહી છે. શું જે પત્રકાર સરકાર અને દક્ષિણપંથી સંગઠનો વિરૂદ્ધ લખશે કે બોલશે તો તેમની અસહમતિના અવાજને દબાવી દેવામાં આવશે ? જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે તેમને પણ મીડિયાના કેટલાક સવાલો તેમને ખૂંચતા હતા પરંતુ ફરક ફકત એટલો છે કે તેઓ આવા સવાલોની આગળ ઝૂકી જતાં હતા. આજે લોકો આવા પ્રશ્ન કરનારને ઝૂકાવવા માંગે છે. તેમણે કહ્યું કે પત્રકાર ગૌરીની હત્યાની સાથે બે હત્યાઓ થઈ છે. એક નીડર મહિલા પત્રકારની અને બીજી અસહમતિના પ્રબળ ધ્વજવાહકની. તેમણે ગૌરીની હત્યાને ભારતીય લોકતંત્રનો મોટો પડકાર ગણાવ્યો. તેમણે જણાવ્યા અનુસાર આ પત્રકાર સંસદીય લોકતંત્ર, દેશના બંધારણ અને હાઈકોર્ટની સમક્ષ છે.