National

એએમયુ જિન્નાહ તસવીરનો વિવાદ : દેખાવકારોએ ગોડસેના મંદિર સામે પણ અવાજ ઉઠાવવો જોઇએ : જાવેદ અખ્તર

(એજન્સી) મુંબઇ, તા. ૪
બોલિવૂડના અગ્રણી ગીતકાર જાવેદ અખ્તરે જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં લાગેલી પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની તસવીર સામે વિરોધ કરનારા લોકોએ ગોડસેના માનમાં બનાવવામાં આવેલા મંદિરોનો પણ વિરોધ કરવો જોઇએ. ૭૩ વર્ષીય લેખકે યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદ અંગે ટિ્‌વટર પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ વિવાદને તેમણે શરમજનક ગણાવ્યો છે. એએમયુ સ્ટુડન્ટ્‌સ યુનિયનની ઓફિસની દીવાલ પર પાકિસ્તાનના સ્થાપકની તસવીર સામે અલીગઢના સાંસદ સતિષ ગૌતમ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો.
જાવેદ અખ્તરે ટિ્‌વટર પર લખ્યું છે કે જિન્નાહ એએમયુના વિદ્યાર્થી કે પ્રોફેસર પણ ન હતા. જિન્નાહની તસવીર ત્યાં છે એ, શરમજનક છે. એએમયુના વહીવટીતંત્ર અને વિદ્યાર્થીઓએ જિન્નાહની તસવીર સ્વૈચ્છિક રીતે દૂર કરી નાખવી જોઇએ અને જિન્નાહની તસવરી સામે વિરોધ કરનારાઓએ ગોડસેના માનમાં બનાવવામાં આવેલા મંદિરો સામે પણ હવે વિરોધ કરવો જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.