ઇસ્લામાબાદ,તા.૨૮
હંમેશા વિવાદમાં રહેતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદનું માનવું છે કે જો પાકિસ્તાનમાં લઘુમતિઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તો દાનિશ કનેરિયા ક્યારેય પણ ટીમ માટે રમી શક્યો ન હોત. મિયાંદાદે આ ટિપ્પણી પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના એ ખુલાસા પછી કરી છે જેમાં તેણે કહ્યુ હતુ કે, અમુક પાકિસ્તાની ક્રિકેટરો દાનિશ કનેરિયા સાથે એટલા માટે જમતા ન હતા, કારણ કે તે હિન્દુ છે.
મિયાંદાદે જણાવ્યું કે, “પાકિસ્તાને તેને ઘણું આપ્યું છે, તે ૧૦ વર્ષ સુધી ક્રિકેટ રમતો રહ્યો હતો. જો ધર્મ મુદ્દો હતો તો આવું શક્ય બનતું? પાકિસ્તાન ક્રિકેટમાં અમે ક્યારેય પણ ધર્મને લઈને ભેદભાવ નથી રાખ્યો.” મિયાંદાદે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે કનેરિયા વિશ્વાસ કરવા યોગ્ય નથી. તે પૈસા માટે કંઇ પણ બોલી શકે છે. તેના પ્રમાણે ક્રિકેટમાં તેના પર ભરોસો ન કરી શકાય.
આ મામલે પીસીબીએ પોતાનો બચાવ કર્યો છે. પીસીબીના પ્રવક્તાનું કહેવું છે કે, “અખ્તર અને કનેરિયા બંને સંન્યાસ લઈ ચુક્યા છે અને અમારી સાથે જોડાયેલા નથી એટલે તેઓ ઇચ્છે તે બોલી અને કરી શકે છે.