(એજન્સી) તા.ર૮
ચેન્નઈ પોલીસે તમિળનાડુના કૃષ્નાગિરી જિલ્લામાં ૧૪ દિવસ બાદ શુક્રવારે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના કાર્યકારી જયગોપાલની ધરપકડ કરી હતી. જયગોપાલને કૃષ્ણગિરીથી ચેન્નઇ લાવવામાં આવી રહ્યો છે અને તેને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. AIADMKના કાર્યકારી જયગોપાલનું ગેરકાયદેસર બેનર ૨૩ વર્ષીય સુબાશ્રીના માથા પર પડતાં તેણીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેણી ટુ વ્હીલર પર સવાર હતી. જયગોપાલના પારિવારિક કાર્ય માટે ગેરકાયદેસર બેનર લગાવવામાં આવ્યા હતા. જયગોપાલ AIADMKના કાર્યકારી છે અને ભૂતપૂર્વ કાઉન્સિલર પણ છે. આ મહિનાની શરૂઆતમાં ચેન્નાઇમાં ૨૩ વર્ષીય સોફટવેર એન્જિનિયર સુબાશ્રીની હત્યા બાદ પોલીસ અને ચેન્નઇ કોર્પોરેશન દ્વારા AIADMKના કાર્યકારી સી જયગોપાલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બેનર ટેકી પર પર પડતાં તેણી પાણીના ટેન્કર સાથે ટકરાઈ હતી. પલ્લારામ-થોરાઇપક્કમ રેડિયલ રોડ પર જયગોપાલના પુત્રના લગ્નની ઉજવણીના ભાગ રૂપે ગેરકાયદેસર હોર્ડિંગ ઊભા કરવામાં આવ્યા હતા. પોલીસે લારીચાલકની પણ ધરપકડ કરી હતી. સુબાશ્રી ક્રોમપેટની રહેવાસી હતી. અકસ્માત સર્જાયો ત્યારે સુબાશ્રી ઘરે જતી હતી. અકસ્માત સમયે સુબાશ્રી હેલ્મેટ પહેરી ન હતી, એમ પોલીસે જણાવ્યું હતું.