(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
રાજ્યસભાના સાંસદોને મંગળવારે સભાપતિને ફરિયાદ કરી કે શૂન્યકાળમાં ઉઠાવેલા પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપતા નથી. સભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓનો સમયબદ્ધ જવાબ આપે. આ મુદ્દો સપાના સાંસદ જયા બચ્ચને ઉઠાવ્યો અને અન્ય સભ્યોએ તેનું સમર્થન કર્યું. જયા બચ્ચને કહ્યું કે, એક પ્રાવધાન મુજબ શૂન્યકાળમાં ઉઠાવેલા પ્રશ્નોના મંત્રી જવાબ આપે. પરંતુ આપતા નથી. જવાબ માટે સમયબદ્ધ નિયમ હોવો જોઈએ. સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે, તેઓ સાંસદોના ઉઠાવેલા મુદ્દા પ્રત્યે સહમત છે. નિયમ અને પૂર્વના ઉદાહરણ કહે છે કે, મંત્રીઓએ શૂન્યકાળમાં ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ એક પત્ર દ્વારા પણ આપવો જોઈએ. સંસદીય કાર્યમંત્રીને આ મુદ્દે ધ્યાન આપવા જણાવાયું હતું.