(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચને દેશભરમાં મહિલાઓ પર વધી રહેલા અપરાધો અંગે રાજ્યકક્ષાના મંત્રી વિરેન્દ્રકુમાર સાથે તીખી ચર્ચા શરૂ કરી સખત વલણ અપનાવ્યું હતું.
જયા બચ્ચને રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા એ વાતનો ઉલ્લેખ કર્યો કે રોઈટરના અહેવાલ મુજબ ભારત મહિલાઓની સલામતી માટે અસુરક્ષિત છે જે આપણા માટે શરમજનક છે. તેમણે કહ્યું કે, સરકારે કઠુઆ ગેંગરેપ વીથ મર્ડરનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ અને મહિલાઓની સલામતી અંગે શ્વેતપત્ર રજૂ કરવું જોઈએ.
રસપ્રદ વાત એ છે કે, જયા બચ્ચનના પતિ અને અભિનેતા અમિતાભ બચ્ચને કઠુઆ ગેંગરેપ અંગે તેને વખોડવાનું ટાળ્યું હતું. બચ્ચનના આ મુદ્દે મૌનની વ્યાપક ટીકાઓ થઈ હતી. પૂજા ભટ્ટ અને પ્રકાશ રાજ જેવા લોકોએ બચ્ચનને કાયર ગણાવ્યા હતા.
અભિનેતા પ્રકાશ રાજે હિન્દુ કટ્ટરવાદીઓ દ્વારા કઠુઆની ૮ વર્ષની બાળકી પર ગેંગરેપ હત્યાની ઘૃણાસ્પદ ઘટના અંગે બચ્ચનના મૌન અંગે આક્રમક પ્રહારો કર્યા હતા અને તેમને કાયર ગણાવ્યા હતા. અભિનેત્રી પૂજા ભટ્ટે પણ બચ્ચનની આકરી ટીકા કરી હતી. યુપીમાં ૧૮ વર્ષની બાળકી પર ભાજપના ધારાસભ્ય દ્વારા બળાત્કારના આરોપની ઘટનાની પણ ટીકા કરી હતી. અમિતાભ બચ્ચન વડાપ્રધાન મોદીના બેટી બચાવો અભિયાનના બ્રાંડ એમ્બેસેડર છે. કઠુઆ ગેંગરેપ કેસ અંગે બચ્ચનની પ્રતિક્રિયા માટે પત્રકારોએ જણાવ્યુંં ત્યારે તેમણે આ મુદ્દો મારી સમક્ષ નીકાળવા કહ્યું હતું. આ મુદ્દાની ચર્ચા કરવી પણ ભયાવહ છે.
ગેંગરેપ સામે કેવું વલણ અપનાવવું જોઈએ, તે જયા બચ્ચને પતિ અમિતાભ બચ્ચનને બતાવ્યું

Recent Comments