અમદાવાદ, તા.૧૦
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં કરાયેલી હત્યા બાદ હત્યાના કારણોને લઈ અનેક અટકળો વહેતી થઈ છે, ત્યારે સૌથી મહત્ત્વનું કારણ જયંતિ ભાનુશાળી પાસે રહેલી બેગ માનવામાં આવે છે. કારણ કે, હત્યારાઓ હત્યા કર્યા બાદ બેગ લઈ ભાગ્યા હતા, પરંતુ તે બેગ અન્ય પ્રવાસીની હોવાથી પોલીસને ભાનુશાળીની બેગ હાથ લાગી છે. તેમાં જ હત્યાના કારણની મહત્ત્વની કડીઓ હોવાનું મનાઈ રહ્યું છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ગુજરાત છ્‌જી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત રેલવે પોલીસ હત્યારાને શોધી કાઢવા આકાશ-પાતાળ એક કરી રહી છે દરમિયાન સામે જે તથ્યો આવી રહ્યા છે, તે આશ્ચર્યજનક છે પોલીસ હત્યાના કારણો સુધી પહોંચવા માટે એક-એક શક્યતાઓ તપાસી રહી છે, પોલીસને હાથ લાગેલા પુરાવા પ્રમાણે હત્યાના બે કલાક પહેલાં જયંતિ ભાનુશાળીએ કોંગ્રેસના નેતા બાબુ મેઘજી શાહ સાથે ફોન ઉપર વાત કરી હતી જોકે પોલીસ ફોડ પાડવા તૈયાર નથી કે જયંતિ ભાનુશાલી કયા સંદર્ભમાં કોંગ્રેસી નેતાઓ સાથે વાત કરી રહ્યા હતા. દરમિયાન શરૂઆતમાં ડરના માર્યા પોતે કઈ જોયું જ નથી તેઓ દાવો કરનાર જયંતિ ભાનુશાળીના સહપ્રવાસી પવન મૌર્યએ કબૂલ્યું કે તેણે હત્યારાઓને જોયા છે પોલીસની મદદ લઈ હત્યારાઓના સ્કેચ બનાવવાની પણ શરૂઆત કરી ભાનુશાળી ઉપર ગોળી ચલાવનાર યુવક પવનની બેગ લઈ ગયો હતો, એવું અનુમાન છે કે, હત્યારો ભાનુશાળી પાસેથી કોઈક મહત્ત્વના પુરાવા લેવા માટે આવ્યો હતો, તે પોતાની સાથે પવનની બેગ તેમજ ભાનુશાળીનો એક મોબાઈલ ફોન પણ લઈ ગયો છે, પવનની જે બેગ લઈ જવામાં આવી હતી તેને હત્યારાઓએ થોડેક જ દૂર ફંફોસ્યા બાદ ફેંકી દીધી હતી જ્યારે પોલીસને ભાનુશાળીની બેગમાંથી કેટલાક જમીનના દસ્તાવેજો અને સેક્સ સીડી સંદર્ભના પેપર કટિંગ મળી આવ્યા છે, પોલીસ અનુમાન લગાવી રહી છે કે ભાનુશાળી પાસે રહેલા કોઈ મહત્ત્વના પુરાવાને લઈને તેમની હત્યા કરવામાં આવી હોઈ શકે. ગાંધીનગરના વર્તુળમાં એવી પણ ચર્ચા છે કે, જયંતિ ભાનુશાળી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા વચ્ચે ખૂબ જ નિકટતા છે ભાનુશાળી ભાજપના નારાજ ધારાસભ્યોનો સંપર્ક કરી પુરૂષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી રજૂઆત અગાઉ હાઇ કમાન્ડ સમક્ષ કરી ચૂક્યા છે આ અટકળો વચ્ચે થોડાક સમય પહેલાં જ તેઓ કોંગ્રેસીનેતાઓના સંપર્કમાં હોવાની વાત બહાર આવી હતી. આથી, આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે હત્યા બાદ ગુમ થયેલો ભાનુ શાળીનો મોબાઈલ પણ મહત્ત્વની કડી ગણાય છે.