(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારનાર ભાજપના નેતા જયંતી ભાનુશાળીની ધરપકડ કરવા શહેર પોલીસની એક ટીમ-અમદાવાદના નરોડા ખાતે તેમના નિવાસસ્થાને પહોંચી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણા-યોગીચોક વિસ્તારમાં રહેતી એક પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસે પ્રદેશ ભાજપના માજી ઉપાધ્યક્ષ યંતી ભાનુશાળીને સીઆરપીસી-૧૬૦ મુજબના સમન્સ પાઠવી મેડિકલ, પૂછ-પરછ તથા જવાબ લખાવવા માટે તા. ૨૪ અને ૨૫મી જુલાઈના રોજ બોલાવ્યા હતા, પરંતુ તેઓ નહીં હાજર થઇ ઘરેથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસની એક ટીમ આજે સવારે જયંતીભાઈ ભાનુશાળીના અમદાવાદ-નરોડા ખાતે કબ્રસતાન પાસે આવેલી એક સોસાયટીના બંગલામાં પહોંચી હતી, પરંતુ તેઓ મળી ન આવતા પોલીસની ટીમે આગળ-પાછળના વિસ્તારો, હોટલો, ગેસ હાઉસોમાં તપાસ શરૂ કરી હતી.