(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ જયદેવ ગાલ્લાનું લોકસભામાં ભાષણ એમરોન બેટરી સાથે જોડાયું છે. તેઓ એમરોન બેટરીની કંપનીના માલિક છે. તેઓ અમર રાજા ગ્રુપના એમડી છે અને એમરોન બેટરી ઉત્પાદક કંપની ચલાવે છે. ટીડીપી સાંસદ ગાલ્લાને ચર્ચાનો પ્રારંભ કરવા ૧૩ મિનિટ અપાઈ હતી. તેમણે વધુ સમય પાછળથી માંગ્યો હતો. જયદેવ ગાલ્લા ગુંટુરના ટીડીપી સાંસદ છે. અમેરિકામાં રર વર્ષ રહ્યા બાદ ભારત પરત ફર્યા હતા. જ્યાં તેઓ ઈલિનોઈસ યુનિ.માં પોલિટિક્સ અને અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. તેમણે અમર રાજા ગ્રુપ બનાવી તેના એમડી બન્યા. એમરોન બેટરીની કંપની બનાવી. તેમણે ૬૮૩ કરોડની મિલકત ર૦૧૪માં જાહેર કરી હતી. જે દેશના ધનિક નેતા હતા. તેમણે ભાષણમાં મોદીના શાસનને ડાબા હાથના વચનો બતાવ્યા હતા.