(એજન્સી) પટના, તા.૬
રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય ગુલાબ યાદવે આરજેડીમાં તૂટની ખબરોને જેડીયુ અને બીજેપી ના પૈસા ઉપર ફેલાવવામાં આવેલી અફવા કરાર આપી. લાલુ પરિવારના નજીકના ધારાસભ્ય ગુલાબ યાદવે કહ્યું કે, જેડીયુના બે ડઝન ધારાસભ્યો આરજેડીમાં જોડાવવા ઉત્સુક છે તો નીતિશકુમાર પોતાનું ઘર સંભાળી લે. તે જ તેમની ઉપલબ્ધિ છે. ઝંઝારપુરના આરજેડીના ધારાસભ્ય ગુલાબ યાદવે કહ્યું કે, બિહારમાં આ વખતે સત્તા પરિવર્તન થવું નક્કી છે. આ મુદ્દો જેડીયુ અને બીજેપીના ધારાસભ્યો પણ સમજી રહ્યા છે. આવામાં તેજસ્વી યાદવ પાસે બે ડઝનથી પણ વધારે જેડીયુ ધારાસભ્યોની અરજી પહોંચી ગઈ છે. જો કે, આરજેડીએ નક્કી કર્યું છે કે વિચાર-વિમર્શ કર્યા પછી જ કોને પાર્ટીમાં સામેલ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, નીતિશકુમારમાં તાકાત હોય તો આરજેડીમાં ફૂટ પાડીને બતાવે. તેમણે આરોપ મૂકયો કે પૈસાના બળ પર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ આ પ્રયાસ પણ અસફળ થઈ ગયા. સરકારી તંત્રનો પણ દુરૂપયોગ કરવામાં આવી રહ્યું છે. પણ આરજેડીનું આના લીધે કંઈ બગડવાનું નથી.