(આશિષ ખેતાન) તા.૭
જુલાઇ ૨૦૧૬માં મને એક અનામી મેઇલ મળ્યો હતો જેમાં જણાવાયંુ હતું કે મેં જ્યારે સનાતન સંસ્થા અને હિંદુઓને ગાળો આપીને તમામ મર્યાદાઓ ઓળંગી છે. તમે સનાતનને બદનામ કરવાની સાઝીશ ઘડી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તમારી આ તમામ ગંદી પ્રવૃત્તિઓનો હિસાબ આપવાનો સમય પાકી ગયો છે.
ત્યાર બાદ મારા તમામ પાપોનો ઉલ્લેખ કરાયો હતો જેમાં નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી કેસમાં ફરિયાદી સાક્ષી તરીકેની મારી જુબાનીનો ઉલ્લેખ કરવા ઉપરાંત જણાવ્યું હતું કે તમે ક્યાં રહો છો અને શું કરો છો તેની અમને ખબર છે. દાભોલકર અને પાનસરે જેવી તમારી હાલત થશે અને આ માટે તૈયાર રહેજો. આ ધમકી મળ્યા બાદ મંે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો અને પછી હું આ બધુ ભૂલી ગયો હતો. ત્યાર બાદ મે ૨૦૧૭માં એક વર્ષ પાછળ મને એક બીજો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્ર હિંદીમાં લખવામાં આવ્યો હતો અને મારું મોત નિશ્ચિત છે એવી ધમકી આપવામાં આવી હતી. આ વખતે મંે આ મામલો પોલીસ અને અદાલત સમક્ષ લઇ જવાનો નિર્ણય કર્યો હતો ત્યાં અનેક પ્રયાસો છતાં દિલ્હી પોલીસે કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો અને તેથી મેં સુપ્રીમના દ્વારો ખટખટાવ્યા હતા. સુપ્રીમમાં બે જજોની બેચ હતી. એક જજે એવું જણાવ્યું કે મારે પહેલા હાઇકોર્ટમાં જવાની જરૂર હતી જ્યારે બીજાએ જણાવ્યું કે મારે પહેલા સ્થાનિક મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવો જોઇતો હતો. ગુજરાતના રમખાણગ્રસ્તોને પ્રયાપ્ત રક્ષણ આપવાનો આદેશ કરતો સુપ્રીમકોર્ટનો ૨૦૦૯ના હુકમની ઉપેક્ષા કરવામાં આવી હતી અને પિટિશન ફગાવી દેવાઇ હતી ત્યારબાદ હું હાઇકોર્ટ ગયો હતો. પરંતુ આજે મને એવું લાગે છે કે ભૂતકાળમાં એક અલગ દેશ હતો અને આજે મને મારી જીંદગી અને મારા પરિવારના સભ્યોની જીંદગીનો ડર લાગે છે. અનેક કટ્ટરવાદી જમણેરી સમૂહો આજે દેશમાં સક્રિય છે. તેમાં મુખ્યત્વે સનાતન સંસ્થા, અભિનવ ભારત, હિંદુ જનજાગૃતિ સમિતિ, હિંદી રક્ષક સમિતિ, બજરંગદળ, દુર્ગાવાહિની, શ્રીરામસેના, વિહિપ અને આરએસએસનો સમાવેશ થાય છે. એમાંય તાજેતરમાં હિંદુ અધિકારોના વાચાળ ટીકાકાર ગૌરી લંકેશની પાશવી હત્યાની ઘટના પરથી નફરત ભડકાવનારા બળોએ હવે બુલંદ જાહેરાત કરી દીધી છે કે અમારા કિસ્સાઓ અપવાદરૂપ નથી પરંતુ નિયમ તરીકે છે. જે લોકો નફરત ભડકાવે છે તેઓ હવે કોઇપણ જાતના ડર વગર તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.
(આશિષ ખેતાન દિલ્હી સરકારના દિલ્હી ડાયલોગ કમિશનના અધ્યક્ષ છે)
(સૌ.ઃ ધ વાયર. ઈન)