(એજન્સી) તા.૨૭
આશીષ(નામ બદલેલ છે)નામનો વિદ્યાર્થી કહે છે કે મારા પિતાને ડાયાબિટિસ છે, મારી માતાને એક ગંભીર હૃદયની બીમારી છે. હું તેમના જીવને જોખમમાં ન મૂકી શકું. મારા માતા-પિતા કહે છે કે તું નીટની પરીક્ષા આપવાનું ટાળી દે. મારો આ બીજો પ્રયાસ છે, હું તેને છોડી શકું તેમ નથી. કેમ સરકાર અમારા પર ધ્યાન આપી રહી નથી? અમે તેને વોટ આપ્યો. પ્લીઝ કંઈક કરો..
જ્યારે ફાતિમા(નામ બદલેલ છે) કહે છે કે હું બિહારથી છું. લૉકડાઉનને કારણે હું પરીક્ષા આપી શકું તેમ નથી. અમારા આખા વર્ષના અભ્યાસનો ખર્ચ એળે જશે. હું અગાઉ અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં રોકાઈ હતી. હું ઘરે ન પહોંચી શકી. મારું પરીક્ષા કેન્દ્ર ૨૦૦ કિમી દૂર છે. કઈ રીતે હું જઇ શકી? પ્લીઝ મારી મદદ કરો.
અમે આ પરીક્ષાને રદ કરાવીને પાછળ ઠેલાવવા માગતા હતા. અમારી મદદ કરવાને બદલે ભાજપ અમારી જ વિરુદ્ધ કાવતરાં ઘડી રહ્યો છે. તે રાજનીતિ કરી રહ્યો છે. તેઓ અમારા વિશે વિચારતા જ નથી. તેઓ ફક્ત પૈસાને જ મહત્ત્વ આપે છે. આ ટિપ્પણી નામ ન જાહેર કરવાની શરતે એક વિદ્યાર્થીએ કરી હતી. આ જ રીતે કંટાળી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદો અને મુશ્કેલીઓ પત્રકારો સુધી પહોંચાડી હતી જેઓ જેઈઈ અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી રહ્યાં છે. ડાબેરીઓનું એક વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર પણ ચલાવી રહ્યું છે. અગાઉ જેઈઈ મેઈન્સની પરીક્ષા એપ્રિલમાં અને નીટની પરીક્ષા મેમાં યોજાવાની હતી પરંતુ લૉકડાઉનના કારણે તે બે વખત પાછી ઠેલાઈ. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકાર પર નીટ અને જેઇઈની પરીક્ષા યોજવા દબાણ કરી રહ્યાં છે. સુપ્રીમકોર્ટે પણ કહ્યું છે કે કોઈનું આખું વર્ષ બરબાદ ન થવું જોઈએ.
પોખરિયાલે કહ્યું હતું કે ૭.૨૫ લાખ વિદ્યાર્થીઓએ એડિમટ કાર્ડ ડાઉનલોડ પણ કરી લીધા છે અને ૮.૫૮ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે ૧૫ લાખ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પણ ઈશ્યૂ કરી દીધા છે.
જોકે બીજી બાજુ ભાજપનો આઈટી સેલ આ દરમિયાન એઆઈએસએની આ મામલે ઈન્વોલ્વમેન્ટ થતાં જ સક્રિય થઈ ગયું અને તેને બદનામ કરવાની શરૂઆત કરી દીધી. તેણે સુબ્રમણ્યમ સ્વામીની પોસ્ટને ટિ્‌વટ કરવા અભિયાન ચલાવ્યું.