(એજન્સી) કોલકાત્તા, તા.૪
શારદા ચીટ ફંડ અને રોજવેલી મુદ્દે મમતા સરકાર અને સીબીઆઈ સામ-સામે આવી ગયા છે. પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને કોલકાત્તા પોલીસે અટકમાં લીધા બાદ છોડી મૂક્યા હતા. આ ઘટના અંગે ભૂકંપ સર્જનાર પોલીસ કમિશનર રાજીવકુમાર કોણ છે. રાજીવકુમાર ૧૯૮૯ બેંચના આઈપીએસ અધિકારી છે. હાલમાં કોલકાત્તાના પોલીસ કમિશનર છે. તેઓ મમતા બેનરજીના નજીકના મનાય છે. તેઓ યુપીના છે. પિતા પ્રોફેસર હતા. બાદમાં પરિવાર અહીં વસી ગયું. તેઓએ ઉચ્ચ શિક્ષા અહીં પ્રાપ્ત કરી. યુપી કેડરના આઈપીએસ અધિકારી છે. હવે બંગાળમાં સેવા આપે છે.
કેવી રીતે નિશાન પર આવ્યા. શારદા ચીટ ફંડ ગોટાળો બંગાળનો એક મોટો ગોટાળો છે. જેમાં ઘણા મોટા માથા સંડોવાયેલા છે. ચીટ ફંડ કંપની શારદા ગ્રુપે લોકો ઠગવા માટે ઘણી લોભામણી જાહેરાતો કરી હતી. કંપનીએ ૩૪ ઘણી રકમનો વાયદો કર્યો હતો. પછી લોકો પાસેથી પૈસા ઠગી લીધા. રાજીવકુમાર પર શું આરોપ. શારદા ચીટ ફંડ મામલે રાજીવકુમારના અધ્યક્ષ પદે સીટની તપાસ ટીમ બનાવાઈ હતી. તપાસ દરમિયાન પણ ગોટાળા થયા. સીટની સ્થાપના ર૦૧૩માં કરાઈ હતી. સૂત્રોના કહેવા મુજબ ગોટાળા સાથે જોડાયેલ કેટલીક મહત્ત્વની ફાઈલો અને દસ્તાવેજો ગુમ છે. તે અંગે સીબીઆઈ પોલીસ કમિશનરની પૂછપરછ કરવા માંગે છે. સીબીઆઈએ પોલીસ કમિશનરને ફરાર બતાવ્યા હતા.