નવી દિલ્હી, તા. ૭
રાજસ્થાનના રાજસમંદમાં ઘાતકી રીતે હત્યા કરાયા પહેલા પીડિતે પોતાની હત્યાના દિવસે પુત્રે કહ્યું છે કે, રાજસ્થાનમાં તેમને શા માટે મારી નખાયા તે સમજાતું નથી. પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી પીડિત મોહંમદ અફઝરૂલની પુત્રીએ કહ્યું છે કે, મારા પિતાને મારી નખાયા તે પહેલા મેં મારા પુત્રને કહ્યું કે, તેમને શા માટે મારી નખાયા તેની ખબર નથી. મેં વીડિયો જોયો છે અને ગુનેગારને સજા થવી જોઇએ. લવ જિહાદના નામે એક કટ્ટરવાદીએ એક મુસ્લિમ વ્યક્તિની હત્યા કરી તેને સળગાવી નાખવાનો વીડિયો વાઇરલ થયો હતો. આરોપી શંભૂનાથ રાઇગરની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિતની ઓળખ મોહંમદ અફઝરૂલ નામે થઇ છે જે પશ્ચિમ બંગાળના માલદામાં રહે છે. દરમિયાન તેના પરિવારજનોએ આરોપીને ફાંસીએ લટકાવાની માગ કરી છે. તેની પત્ની ગુલબહારે જણાવ્યું કે, જેણે મારા પતિની ઘાતકી રીતે હત્યા કરી દુનિયાને દેખાડી તેને ફાંસીએ લટકાવી દો. અમને ન્યાય જોઇએ છે. તેને ફક્ત એ માટે મારી નાખવામાં આવ્યો કારણ કે તે મુસ્લિમ હતો. એક દિવસ પહેલા રાજસ્થાન પોલીસનો ફોન આવ્યો અને કહ્યું મારા પતિની હત્યા થઇ છે. પીડિતની પુત્રીએ પણ કહ્યું છે કે, તેના પિતાને જાનવરોની જેમ ઘાતકી રીતે મારી નખાયા હતા. અમે તેમની સાથે મંગળવારે વાત કરી હતી. તેઓ અમને રોજ ફોન કરે છે. અમે તો લવ જિહાદ શું છે તે જાણતા પણ નથી. તેમના મોટા દિકરા છે. મારા પિતાને સળગાવતા પહેલા તેમની પશુની જેમ હત્યા કરી દેવાઇ છે. જે રીતે મારા પિતાને માર્યા તે જ રીતે તેની હત્યા થવી જોઇએ. વીડિયોમાં જ્યારે તેમના મારતા જોયા ત્યારે તેમને બચાવવા માટે હું અસમર્થ હતી. વીડિયોમાં રાયગર એવું કહેતા જોવા મળ્યો હતો કે, જિહાદીઓએ આ દેશ છોડી જતા રહેવું જોઇએ નહીં તો તેમની પણ આ જ હાલત થશે.