(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા. ર૧
આરોગ્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને દરેક પ્રકારના દર્દીઓને ગમે ત્યારે ખડેપગે રહીને માહિતી અને સેવા આપવાની જેઠાલાલ ઠક્કરની કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા કચ્છના પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં તા. ૧પ ઓગસ્ટના રોજ કચ્છના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છના પ્રભારીમંત્રી અને શ્રમ અને રોજગારમંત્રી દિલિપકુમાર કાઠોરના હસ્તે ભૂજના સેવાભાવી જેઠાલાલ નરશી ઠક્કરને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
જેઠાલાલ ઠક્કરની સેવાની નોંધ રાજ્ય સરકાર સુધી પહોંચાવડા કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પંકજકુમાર પાંડેએ જહેમત લીધી હતી.