(સંવાદદાતા દ્વારા) જેતપુર,તા.૬
જેતપુરના ખોડિયાર મંદિર હરવાઘાટ વિસ્તારમાં રહેતા દેવીપુજક પતિ પત્ની વચ્ચે ઝગડો થતા ઉશ્કેરાયેલા પતીએ તિક્ષ્ણ છરી વડે પત્ની ઉપર હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારતા જેતપુર પંથકમાં ચકચાર મચિ જવા પામી હતી. પત્નીને મોતનેઘાટ ઉતારી દીધા. બાદ પોતેપણ પોતાના શરીર પર છરીવડે. ઈજા પોંહચાડતા. તેમને પણ. જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખશેડવામા આવેલ ત્યાં પ્રાથમિક સારવામ આપી. રાજકોટ ખશેડવામાં આવેલ છે. શહેરના હારવાઘાટ ગોદરા પાસે રહેતા સુરેશ લીબાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) નામના દેવીપુજક યુવાને તેમની પત્ની મધીબેન સાથે ગત રાત્રીના સામાન્ય બોલાચાલી થયાબાદ પતી સુરેશ ગુસ્સે ભરાતા ઘરમાથી ધારદાર છરી કાઢીને પત્ની મધીબેન ઉપર ટુટી પડતા આતરડા બહાર કાઢીનાખતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.પત્નીનુ મોત નિપજતા ગભરાઈ ગયેલા પતિએ પણ પોતાના શરીર પર છરીના ઘા મારતા બંને પતિ પત્ની ને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખશેડવામાં આવેલ પંરતુ ડોકટરોએ પત્નીને મૃત્યું જાહેર કરેલ તેમજ પતિને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવેલ છે.
તેમજ જાણવા મલતી વિગત મુજબ દપંતિને સંતાનમા આઠ દીકરીઓ છે. જેમાથી એક સાસરે છે. માતાનુ અકાળે મોતથતા દીકરીઆએ માતાની છત્રછાયા ગુમાવી છે.