(એજન્સી) હૈદરાબાદ, તા.રર
આંધ્રપ્રદેશના એક પોલીસ ઈન્સ્પેક્ટરે સાંસદો અને ધારાસભ્યોને ધમકી આપી છે કે જો તેઓ સલામતી દળોના નૈતિક જુસ્સાનું અપમાન કરશે તો તેમની જીભ કાપી નાખવામાં આવશે. કાદરીના ઈન્સ્પેક્ટર માધવે કહ્યું કે અમે સંયમ રાખીએ છીએ તેમ છતાં પોલીસ વિરૂદ્ધ મર્યાદા બહાર બોલનારને અમે સહન નહીં કરીએ. દરમ્યાન સાંસદ જેસી દીવાકર રેડ્ડીએ તેની તીખી પ્રતિક્રિયા આપી કહ્યું કે ઈન્સ્પેક્ટર બતાવે કે તેઓ જીભ કપાવા ક્યાં આવે. ઈન્સ્પેક્ટર સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.
બંને વચ્ચે તીખી બોલાચાલી ત્યારે થઈ જ્યારે તાદીપત્રી ગામે જૂથ અથડામણ સમયે પોલીસ ફાતડાની માફક ભાગી ગઈ અને સ્થિતિને નિયંત્રિત કરવામાં અસફળ રહી. ટીડીપીના સાંસદે કહ્યું કે તેઓ સરકારનું આ મુદ્દે ધ્યાન દોરશે. પોલીસ વિંઢળોની માફક ડરીને પોતાનો જીવ બચાવી ભાગી ગઈ. સાંસદે ઈન્સ્પેક્ટર સામે ફરિયાદ એસ.પી.ને મોકલાઈ છે. તેમનો કાનૂની અભિપ્રાય મેળવાશે. ઈન્સ્પેક્ટરે સાંસદો-ધારાસભ્યોને પોલીસ માટે અપમાનજનક ઉચ્ચારણો માટે જીભ કાપી નાખવાની ધમકી આપી હતી.