અમદાવાદ,તા.૪
બહુચર્ચિત હિન્દી ફિલ્મ રૂષ્તમની યાદ અપાવે તેવો ગુજરાતના જિગર વ્યાસનો કિસ્સો જાણીતો છે. જિગર વ્યાસ સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો હતો. જેણે પોતાની પત્નીના પ્રેમીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. આ જિગર વ્યાસ તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેમની સજા પર પુનઃ વિચાર કરવા અને જામીન પર છોડવા માગણી કરવામાં આવી છે. આ મુદ્દે તેમણે કહ્યું છે કે આર્મી યુનિટને મારી સેવાની જરૂર છે.
હવે જિગર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું કે દેશને મારી કમાન્ડો સેવાની જરૂર છે. તેમણે એક પત્રને હવાલો આપ્યો છે જેમાં તેમને આર્મી પાસેથી પ્રાપ્ત કર્યો હતો.
ભાવનગરના રહેવાસી જિગર વ્યાસે જમ્મુ-કાશ્મીરમાં સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની આ મહાન કાર્ય બદલ સાત મેડલ પણ મળ્યા હતા. તેમણે પોતાની પત્ની ચેતના સોલંકીના પ્રેમી દેવેન્દ્ર શર્માની હત્યા કરી નાખી હતી, ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૫માં તેમને જેલ થઇ હતી. તેમણે પોતાની પત્ની ચેતનાને પણ ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે પોલીસે જિગર વ્યાસની ધરપકડ કરીને તેમને જેલ મોકલી લીધા હતા. કોર્ટમાં સૂનાવણી પુરી થયા બાદ તેમને આ કેસમાં આજીવન કેદની સજા થઇ હતી.
જિગર તરફથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી તેમની સજા પર પુનર્વિચાર કરવા અને જામીન પર છોડવા માટે માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આર્મી યૂનિટને મારી સેવાની જરૂર છે. તેમણે કોર્ટને એક પત્ર સોંપ્યો છે. આ પત્ર જાન્યુઆરીમાં લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જિગર હરીશભાઇ વ્યાસ ૨૧ માર્ચ ૨૦૦૫થી આર્મીમાં પોસ્ટેડ છે. તે શ્રીનગરમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે.
કોર્ટે આ પત્ર મળ્યા બાદ તેમણે કહ્યું- આજની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખતાપ તાત્કાલિક આધાર પર સેનાને સેવાની જરૂરત છે. જો મારી સેવાનો ઉપયોગ શ્રીનગર વિસ્તારમાં વર્તમાન સુરક્ષા સ્થિતિમાં કરવામાં આવે છે તો તે રાષ્ટ્રના હિતમાં હશે. પત્રમાં જિગર વ્યાસની સેવા માટે કરવામાં આવેલી અપીલને યોગ્ય માનવામાં આવી છે. પત્ર અનુસાર, વ્યાસ ૨૦૨૫ સુધી પોતાની સેવા આપી શકે છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં જિગર વ્યાસ ચાર અઠવાડિયાની રજાઓ લઇને ઘરે આવ્યા હતા. તેમને પોતાની પત્નીને દેવેન્દ્રની સાથે એક ફ્લેટમાં જોયા હતા. ત્યાબાદ આ વાતને લઇને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બન્ને જણાએ તલાક લેવાનો નિર્ણય કર્યો હતો. પત્ની ચેતનાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી. ૧૩ ફેબ્રુઆરીએ જ્યારે જિગર અને ચેતના પોતાના વકીલોની પાસે જઇ રહ્યા હતા, ત્યારે જિગરે પોતાની લાઇસન્સી રિવોલ્વર લીધી અને ચેતના પર ફાયરિંગ કર્યું હતું. આરોપ છે કે ત્યારબાદ જિગર સીધા દેવેન્દ્રના ફ્લેટ પર પહોંચ્યા અને તેને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.