સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્રારા ચોટીલા મુકામે જમીન અધિકારની માગણી ને લઈ અને CAA, NRC, NRPના વિરોધમાં ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ જીગ્નેશ મેવાણી ઉધોગપતિ ડી.સી ઝાલા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ભાણજીભાઈ શેખાવા, કો ઓડીટર રમેશચંદ્ર પરમાર, સુરેન્દ્રનગર જીલ્લા કન્વીનર ગૌતમભાઈ મકવાણા, ચોટીલા કન્વીનર રાજુભાઇ વાઘેલા, અજયભાઈ વાઘેલા શહેર પ્રમુખ
વિનોદભાઈ વાઘેલા તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતા જેમાં CAA , NRC, NRPના બીલના વિરોધમાં ૩૦૦૦ લોકોએ બીલને સમર્થન નહીં કરવા શપથ લીધા હતા અને સાથંણી અને ટોચ મર્યાદા અર્તગર્ત જે જમીન વર્ષો થી દલિતોને ફળવાયેલ એ જમીનના કબજા લેવા આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જીજ્ઞેશ મેવાણીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આડે હાથે લેતા જણાવ્યું હતું કે જો દેશની રક્ષા કરતાં શૈનિકોને પણ આ સરકાર જમીન નથી ફાળવતી તો હકીકતમાં સરકાર આ બાબતે બેવડી નિતી દાખવી છે. કાયદો શું છે તે પણ સભામાં જણાવ્યું હતું. જો પોતાની માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવામાં ના આવે તો આવનાર ૧૪ એપ્રિલે હાઈવે ચક્કાજામ કરવા જણાવવામાં આવ્યું હતું.