અમદાવાદ,તા.૧૮
રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી છે.ત્યારે ભાજપની વિરૂધ્ધમાં પ્રચાર કરવા માટે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ૦ રેલીઓએ સભાઓને સંબોધશે જેમાં તેમી સાથે જેએનયુના કન્હૈયાકુમાર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાશે. દેશના પાંચ રાજયો છત્તીસગઢ, મીઝોરમ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી આ ચૂંટણીઓમાં ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરશે. આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મારા રાજસ્થાનના પ્રવાસ દરમ્યાન ર૩ હજાર જેટલા દલિતોને શપથ લેવડાવ્યા છે કે તેઓ ભાજપને વોટ આપશે નહીં તેમજ આવનારા દિવસોમાં ભાજપને વોટ નહીં આપવા માટે વધુ એક લાખ જેટલા દલિતોને શપથ લેવડાવીશ. વધુમાં જિજ્ઞેશે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મળીને કુલ પ૦ જેટલી રેલીઓ કરી સભા સંબોધીશ. આ રેલીઓમાં જેએનયુના કન્હૈયાકુમાર, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ હાજરી આપશે. વધુમાં ધારાસભ્ય મેવાણીએ કહ્યું કે બંધારણ વિરોધી અને બંધારણ બદલવા માગતી ભાજપની વિરૂધ્ધમાં અમે પ્રચાર કરીશું. જો કે થોડા મહિના અગાઉ જયપુર એરપોર્ટ પર મેવાણીને સભામાં જતા રોકવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજસ્થાનમાં ચૂંટણી આવી ત્યારે હવે રાજસ્થાનમાં ચૂંટણી આવી ત્યારે જિજ્ઞેશ મેવાણી હવે રાજસ્થાનમાં ભાજપ વિરોધી પ્રચારમાં લાગી ગયા છે. હાલ તો પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વિરોધી પ્રચાર કરી રહેલા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી વખતે સમગ્ર દેશમાં ફરીને ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરીશ.