(એજન્સી) તા.૨૦
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે અને અહીં દલિતો બંગાળની જેમ આંકડાકીય દ્રષ્ટિએ ૭ ટકા વોટ સાથે મજબૂત છે. આ મહિને રાષ્ટ્રપતિ પદ માટે મોદીના નેતૃત્વમાં એનડીએના બીજા કાર્યકાળમાં એક દલિત નેતા રામનાથ કોવિંદને લાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં અને રાજકીય માહોલમાં આઝાદી કૂચ યાત્રાનું ઘણું મહત્વ છે.
ગઇ સાલ ઊનામાં પાંચ દલિતોને કોરડાથી ફટકારવામાં આવ્યા હતા. આ ઊનાકાંડને એક વર્ષ પૂરું થવા પર આઝાદીકૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસાયે વકીલ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીજ્ઞેશના નેતૃત્વમાં બનાસકાંઠાના લવારા ખાતે જમીન પર આત્મસન્માનનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.
૧૯૭૦માં દલિત પરિવારોને આ જમીન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ લવારા ખાતે એક સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મોદીજી જો તમારી છાતી ખરેખર ૫૬ ઇંચની હોય તો દબંગોને દૂર કરો. જો તમે દબંગોને દૂર નહીં કરો તો તમારો ભાજપ અહીં ખતમ થઇ જશે. તમારે હિંદુ રાષ્ટ્રવાદ એક ફરેબ છે અને ગૌૈરક્ષાના નામે ખેડૂતો, કામદારો અને યુવાનોની હત્યા કરનારાઓને ઉઘાડા પાડવાની અમારી ફરજ છે. સબરંગ ઇન્ડિયા મેવાણીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલ જમીન માટેના અભિયાન પર સૌપ્રથમ ધ્યાન સબરંગ ઇન્ડિયાએ કેન્દ્રીત કર્યુ હતું. આ મુદ્દે એક મુલાકાતમાં જિજ્ઞેશ મેેવાણીએ જણાવ્યું હતું કે મારો હેતુ દલિત ખેડૂતોને જમીન અપાવવાનો છે. મેવાણીની આ મુદ્દે ડિસે.૨૦૧૬માં મુલાકાત લેવામાં આવી હતી. ૩૬ વર્ષના વકીલ મેવાણીએ એવું અલ્ટિમેટમ આપ્યું હતું કે ગુજરાત જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ૧૯૭૦માં સાત દલિતોને ફાળવવામાં આવેલ જમીના પ્લોટ જો તેમને આપવામાં આવશે નહીં તો ૧૦૦૦૦ દેખાવકારો કંડલા પોર્ટ અને રાજસ્થાન જતા હાઇવે પર નાકાબંધી કરી દેશે. જો દલિતોને જમીન પરત નહીં મળે તો ૫૦૦૦૦ દલિતો એકત્ર થશે અને બળજબરીપૂર્વક જમીનનો કબજો લઇ લેશે. મેવાણી દ્વારા સઘન પ્રયાસો બાદ દલિતોને પોતાની જમીન પરત મળી શકી છે. પોતાની જમીન પરત મેળવનાર સોલંકી ભાઇએ જણાવ્યું હતું કે જીજ્ઞેશ ભાઇએ આઝાદીકૂચ યોજી નહીં ત્યાં સુધી અગાઉ રજૂઆત કરવા છતાં કોઇ અધિકારી અમારી પાસે આવ્યા ન હતા. જમીન પરત મળી જવા છતાં આંદોલન અહીં સમાપ્ત થશે નહીં. મેવાણીએ જાહેર કર્યું હતું કે ૬૩ દલિત પરિવારોને ફાળવવામાં આવેલ જમીનનો કબજો હાલ વગદાર જ્ઞાતિઓ પાસે છે. આ જમીન પરત લેવા આંદોલન છેડાશે.
(સૌ. : સબરંગ ઈન્ડિયા)