અમલ સે ઝિંદગી બનતી હૈ જન્નત ભી, જહન્નુમ ભી
યે ખાકી અપની ફિતરતમેં ના નૂરી હૈ ના નારી હૈ
– અલ્લામા ઈકબાલ

ઘણી બધી મુશ્કેલીઓ ભોગવ્યા બાદ જીવનમાં સુખ આવે ત્યારે આપણે કહીએ છીએ કે ‘‘જિંદગી પાટા પર ચડી ગઈ’’ પરંતુ અહીં જે તસવીર પ્રસિદ્ધ કરી છે તેમાં જિંદગી રેલવેના સાચુકલા પાટા પર ચડેલી દેખાઈ રહી છે. તસવીર છે અંગોલાના વિઆના જિલ્લા લુઆન્દાની કે જ્યાં રેલવેના પાટાઓ પર ફેરિયાઓ પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે બેઠા છે. અહીંયા સમગ્ર માર્કેટ રેલવેના પાટાઓ પર જ દૂર દૂર સુધી પથરાયેલી રહે છે.