(એજન્સી) નવી દિલ્હી, તા.૧
રિલાયન્સ જીઓ દ્વારા અત્યંત સસ્તી ફોર-જી સેવા આપવા છતાં મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયનાનેર ઈન્ડેક્સના હાલના આંકડાઓમાં મુકેશ અંબાણીએ હોંગકોંગના લી કા-શિંગને પાછળ છોડી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિઓમાં સ્થાન મેળવી લીધું છે. એશિયાની સૌથી ધનવાન લોકોની યાદીમાં અલીબાબા ગ્રુપના જૈકમા પ્રથમ ક્રમે છે. અહેવાલ અનુસાર આ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧ર.પ અરબ ડોલરનો વધારો થયો છે અને કુલ સંપત્તિ ૩પ.ર અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. બ્લુમબર્ગ બિલિયનેયર ઈન્ટેકસમાં સામેલ સૌથી ધનિક ૧૦૦ વ્યક્તિઓમાં ર૦૧૭ દરમિયાન મુકેશ અંબાણીથી વધારે આવક ધરાવતા લોકોમાં ફકત ત્રણ લોકો છે. જેમાં સૌથી ઉપર ફેસબુક માલિક માર્ક ઝુબરબર્ગ છે. બીજા નંબર ઈ-કોમર્સ કંપની એમેઝોનના માલિક ઝેક બેઝોસ અને ત્રીજા સ્થાને મેક્સિકોના કારોબારી કાર્લોસ સ્લિમ હેલૂ છે. અહેવાલ અનુસાર હાલના સમયમાં એશિયાના સૌથી અમીર અલીબાબા કંપનીના માલિક જૈકમા છે. તેમની કુલ સંપત્તિ ૪૩.૭ અરબ ડોલર છે અને ર૦૧૭ દરમિયાન તેમની સંપત્તિમાં ૧૦.૪ અરબ ડોલરનો વધારો થયો છે. મુકેશ અંબાણીએ ગત વર્ષના સપ્ટેમ્બરમાં ટેલિકોમ સેકટરમાં પ્રવેશ કરતાં જીઓને લોન્ચ કર્યું હતું અને ઝડપથી જીઓના ગ્રાહકોની સંખ્યા ૧૦ કરોડથી પણ વધુ થઈ થઈ છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સતત વધારો થયો છે અને કંપનીના શેરની કિંમત ૧૬૩૧ રૂપિયાના સ્તરે પહોંચી છે.
જિઓના મુકેશ અંબાણી એશિયાના ધનવાનોમાં બીજા ક્રમે

Recent Comments