ખાસ જાણવા જેવું
૧. આર્જેન્ટીના યજમાની ના મળવાથી હટી ગયું. નારાજ ફૂટબોલ પ્રેમીઓએ બ્યુનસ યાચર્સમાં આર્જેન્ટીના ફૂટબોલ ફેડરેશનની ઓફિસ પર હુમલો કર્યો.
ર. યજમાન ફ્રાન્સ અને ગત વિજેતા ઈટાલીને કવોલીફાઈંગ રાઉન્ડમાં રમવું પડ્યું નહીં.
૩. ૧પ દેશ વિશ્વકપમાં રમ્યા, આઠને વરીયતા મળી. સ્વીડનને કવાર્ટર ફાઈનલ માટે બાય મળ્યો.
૪. બ્રાઝિલ અને ચેકોસ્લોવાકિયા વિરૂદ્ધ કવાર્ટર ફાઈનલ મેચમાં હિંસા થઈ.
પ. ફ્રાન્સ વિશ્વકપ મેચ હારનારી પ્રથમ યજમાન ટીમ બની. જેને ઈટાલીએ કવાર્ટર ફાઈનલમાં ૩-૧થી હરાવ્યું.
૬. ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ કોચ વિટોરિયા યોઝોને ફાઈનલ પહેલાં ટેલીગ્રામ મોકલ્યો જેમાં લખ્યું હતું જીતો અથવા મરો.
૭. નસીબથી ઈટાલી જીત્યું અને પોઝો બે વાર ટાઈટલ જીતનાર પ્રથમ કોચ બન્યા. મિયાઝા અને ફેરારીએ સતત બીજીવાર વિજેતાનો મેડલ મેળવ્યો.
૮. આગામી ૧ર વર્ષ વિશ્વયુદ્ધ બીજાના કારણે વિશ્વકપ રમાઈ શકયો નહીં. ટ્રોફી યુદ્ધમાં બચી ગઈ. ઈટાલિયન ફૂટબોલ એસોસિએશનના અધિકારીએ પોતાની પથારી નીચે ટ્રોફી છુપાવી રાખી.
વિશ્વકપના હીરો
મિયોવાની ફેરારી-ઈટાલી (જન્મ ૧૯૦૭, મૃત્યુ ૧૯૮ર)
ત્રિયુસેય મિયાજા સાથે તે બે વિશ્વકપ રમનાર ખેલાડી બન્યા. સ્વિટઝરલેન્ડ વિરૂદ્ધ ૧૯૩૦માં તેમણે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે પોતાના દેશ માટે ૪૪ મેચ રમી અને ૧૪ ગોલ કર્યા. યુવેન્ટસ માટે તેમણે પાંચ વખત સતત ઈટાલિયન ચેમ્પિયનશીપ જીતી. ઈન્ટરમિલાન માટે ૧૯૩૮માં ટાઈટલ જીત્યું.
લિયોનિડાસ સિલ્વા-બ્રાઝિલ (જન્મ ૧૯૧૩)
૧૯૩૮ વિશ્વકપ બાદ તેઓ બ્લેક ડાયમંડના નામથી ઓળખાવા લાગ્યા. તેમણે આઠ ગોલ કર્યા. બ્રાઝિલમાં તેઓ રબરના માણસ તરીકે ઓળખાતા હતા. પોતાની કીક માટે જાણીતા સિલ્વાને પેલેની સાથે શ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવતા હતા. બ્રાઝિલ માટે પ્રથમ મેચ ૧૮ વર્ષની ઉમરમાં ઉરૂગ્વે વિરૂદ્ધ ૧૯૩રમાં રમી. ૧૯૩૮ વિશ્વકપમાં પોલેન્ડ સામે પ્રથમ મેચમાં જ ચાર ગોલ કર્યા.
ગિયુસેપ મિયાઝા-ઈટાલી (જન્મ ૧૯૧૦, મૃત્યુ ૧૯૭૯)
શાનદાર ફોરવર્ડમાંથી એક ૧૭ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી. ૧૯ર૭-ર૮ના આ સત્રમાં ૧ર ગોલ કર્યા. આગામી સીઝનમાં ૩૩ ગોલ, એવો રેકોર્ડ જે અત્યાર સુધી અકબંધ છે. આગામી સિઝનમાં ૩૧ ગોલ, શિયાવિયોની સાથે તેમની જોડીએ ૧૯૩૪ વિશ્વકપ જીતાડવાના મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૩૮ વિશ્વકપમાં પિયોલા સાથે રમ્યા. ઈટાલીને પોતાના નેતૃત્વમાં વિજય અપાવ્યો. સેમીફાઈનલમાં બ્રાઝિલ વિરૂદ્ધ તેમની પેનલ્ટીથી મેચ જીતી.
હિટલરે બર્લિન ઓલિમ્પિકનો ઉપયોગ નાઝીવાદને ફેલાવવા માટે કર્યો. હતા. તેના બે વર્ષ બાદ વિશ્વકપ આયોજન માટે ફ્રાન્સની પસંદગી થઈ. ઓસ્ટ્રેલિયાની વન્ડર ટીમ આવી નહીં. ઈંગ્લેન્ડની ફીફા સાથે સમસ્યા ચાલી રહી હતી. દ.અમેરિકાએ ફકત બ્રાઝિલને પ્રતિનિધિત્વ કરવા મોકલ્યું તે ૧૯૩૪, ઈટાલી બાદ પોતાની પસંદગી ન થવાથી નારાજ હતું. પહેલીવાર એશિયન દેશ ઈન્ડોનેશિયાએ ડચ ઈસ્ટ ઈન્ડઝના રૂપમાં ભાગ લીધો. જો કે પ્રથમ રાઉન્ડમાં જ હંગેરી સામે ૦-૬થી હારી તે ઘરે પરત ફર્યું. બ્રાઝિલને ર-૧થી સેમી ફાઈનલમાં હરાવી કોચ વિટોરીયા પોઝોની સાથે ઈટાલીની ટીમ સતત બીજીવાર ટાઈટલ જીત્યું. હંગેરીને ૪-રથી તેણે ફાઈનલમાં હરાવ્યું. હંગેરીની ટીમ સ્વીસડનને પ-૧થી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ઈટાલીનો કપ્તાન ગીયુસેપ મિયાઝા ટીમના સ્ટાર હતા. બ્રાઝિલના બ્લેક ડાયમંડ લિયોનિડાસ ડા સિલ્વા આઠ ગોલની સાથે ટોપ સ્કોરર હતા. એમાંથી ચાર ગોલનો પોલેન્ડ વિરૂદ્ધ ૬-પના વિજયમાં જ હતા.

ટોપ સ્કોરર
ખેલાડી દેશ ગોલ
લિયોનિડાસ સિલ્વા બ્રાઝિલ ૮
ગ્યુલા ઝેગેલર હંગેરી ૭
સિલ્વિયો પિઓલા ઈટાલી પ
જ્યોર્જી સારોસી હંગેરી ૪
જીનો કોલૌસી ઈટાલી ૪
વેટર સ્ટોર્મ સ્વીડન ૪
વિલિમોસ્કો પોલેન્ડ ૪