રાજ્ય સરકારે દ્વિચક્રી વાહન ચાલકના જીવની ચિંતા કરી તેમના માથે પરાણે હેલ્મેટ થોપી દીધી પરંતુ રાજ્યમાં હાઈવે પર બેફામ દોડતા અને ઈક્કો, રિક્ષા, જીપ કે અન્ય વાહનોમાં ઘેટા-બકરાની જેમ ભરાતા મુસાફરોની જરાયે ચિંતા હોય તેમ લાગતું નથી. એમાંય એસ.ટી. બસોના ધાંધિયાને લીધે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને મુસાફરોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જે બનાસકાંઠાના લાખણી-ખરાદ હાઈવેનો હોવાનું મનાય છે. આ વીડિયોમાં જીપમાં વિદ્યર્થીઓને જે રીતે ભરવામાં આવ્યા છે તે જોઈ ભલભલાની છાતી બેસી જાય તેમ છે. વિદ્યાર્થીઓને જીપની અંદર બેસાડવામાં જ  નથી આવ્યા પરંતુ જીપ પાછળ જીવના જોખમે લટકીને મુસાફરી કરી રહ્યા છે ત્યારે સરકારને કહેવાનું મન થાય કે ભણશે ગુજરાતના બણગાં ફૂંકતી સરકાર શું વિદ્યાર્થીઓને જીવના  જોખમે ભણાવવા માંગે છે કે શું ? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.