(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા. ર૦
મોડાસાના ટીંટોઈ નજીક પી.એસ.આઈએ ઢાબાના માલિક પાસે દારૂની બોટલ લાવી આપ કહી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે આ અંગે ઢાબા માલિકની પત્નીએ મોડાસા રૂરલમાં ફરિયાદ નોંધાવી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડાસાના ટીંટોઈ નજીક મસ્ત હરિયાણા ઢાબાના માલિક રોહતારસિંગ કરતારસિંગ ચૌધરી (રહે,શામળપુર,ભિલોડા) અન્ય સ્થળે હોટલ બનાવવા સ્થળની શોધમાં હતા. સ્થળની શોધમાં ટીંટોઈ હાઈસ્કૂલ નજીક બાઈક પર પસાર થતા હતા ત્યારે અરવલ્લી જીલ્લામાં એમ.ટી વિભાગમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ લલ્લુભાઇ ગામીત સાદા કપડામાં અન્ય ૩ શખ્શો સાથે પહોંચી રોહતારસિંગ પાસે વિદેશી દારૂની બોટલ માંગતા ના પાડતા ગમે ત્યાંથી લાવી આપ કહી ઉશ્કેરાઈ જઈ દબંગાઈ કરી લોંખડની પાઈપ માથામાં ફટાકરી ગંભીર ઈજા પહોંચાડી હાથે,કમ્મરના ભાગે લાકડીના ફટકા મારી પીએસઆઈ સાથે રહેલા અન્ય ત્રણ શખ્શો પણ ગડદાપાટુનો માર મારી બેફામ ગાળો બોલતા આજુબાજુથી લોકો દોડી આવતા દબંગી પીએસઆઈ પ્રવીણ ગામીત ત્રણે શખ્શો ફરાર થઈ જતા હુમલાની ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવી ઈજાગ્રસ્ત રોહતારસિંગને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રોહતારસિંગની પત્ની ટીનાબેને મોડાસા રૂરલ પોલિસ સ્ટેશનમાં પ્રવીણભાઈ લલ્લુભાઇ ગામિતિ (રહે,બ્રહ્મપુરી,ભિલોડા) તથા અન્ય ૩ શખ્શો સામે ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે ઈ.પી.કો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પી.એસ.આઈ.એ ઢાબા માલિક પાસે દારૂની બોટલ લાવી આપ કહી જીવલેણ હુમલો કર્યો

Recent Comments