(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૯
સોજીત્રા તાલુકાના પલોલ ગામે ગીરો આપેલુ મકાન પૈસા પરત આપ્યા વીના ખાલી કરાવવાના મુદ્દે કેરોસીન છાંટી યુવકને જીવતો સળગાવી હત્યા કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરીયાદ સોજીત્રા પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વીગતો અનુસાર ડાલી ગામના મુળ વતની અને હાલમાં પલોલ ગામે ઈન્દીરાનગરીમાં રહેતાં નટુભાઈ અંબાલાલ ગોેેહેલનાઓ આજથી છ વર્ષ પુર્વે કાભઈભાઈ ઉર્ફે કાળુ કનુભાઈ પરમારનુ ઘર ગીરવે રાખ્યું હતું. આજથી ચાર માસ પુર્વે કનુભાઈએ તેઓનુ ગીરવે રાખેલુ મકાન ખાલી કરવાનું જણાવી ત્રણ દીવસમાં પૈસા પરત આપવાનો વાયદો આપ્યો હતો. જેથી નટુભાઈએ તે મકાનમાંથી અડધો સામાન ખાલી કરી દીધો હતો અને આજથી આઠ દીવસ પૂર્વે ગીરવે રાખેલા મકાન પેટે આપેલા ૭૦ હજારમાંથી માત્ર ર૦ હજાર રૂા. પરત કરી બાકીના પ૦ હજાર રૂા. નહીં આપી મકાન ખાલી કરવા દબાણ કરતાં હતાં અને આજે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે કનુભાઈ બુધાભાઈ પરમાર સહીત બે સખ્સોએ આવી ખાટલામાં સુઈ રહેલાં નટુભાઈ પર કેરોસીન રેડી દીવાસળી ચાંપી બંને સખ્સો ભાગી છુટયા હતાં જેથી નટુભાઈએ બુમાબુમ કરતા તેના પત્ની અને પુત્ર દોડી આવ્યા હતા શરીરે પાણી રેડી આગ ઓલવી હતી જેમાં નટુભાઈ ગંભર પણ દાજી ગયાં હોય તેઓને ત્વરીત સારવાર માટે તારાપુરની ખાનગી હોસ્પીટલમાં ખસેડયાં હતાં આ બનાવ અંગે સોજીત્રા પોલીસે કનુભાઈ ઉર્ફે કાભઈ ઉર્ફે કાળુભાઈ બુધાભાઈ પરમાર અને જગદીશભાઈ શનાભાઈ પરમાર વીરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.