(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજુ અટક્યો નથી. મંગળવારે જેએનયુ વિદ્યાર્થી એસોસિયેશને પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો છે કે, તેઓ ઝુકવાના નથી. વિદ્યાર્થીઓ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હોસ્ટેલ ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. JNUSUના અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી છે કે વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે. હોસ્ટેલની ફી વધારાના મુદ્દે જેએનયુ વિદ્યાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે ૨૩ દિવસથી માંગણી કરી રહ્યા છીયે પરંતુ કોઈ અમારી વાત સાંભળતુ નથી. દિલ્હી પોલીસ દ્વારા જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો તે ક્રૂરતા છે. તેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ છે અને તેથી તેઓ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો બની શક્યા નથી. પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, દિલ્હી પોલીસના પુરુષ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.
જેએનયૂ પ્રોટેસ્ટ કેસમાં દિલ્હી પોલીસે કલમ ૧૪૪ તોડવાના આરોપમાં અજ્ઞાત લોકોના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે કિશનગઢ પોલીસ મથકમાં કેદ દાખલ કર્યો છે. આ પ્રદર્શનમાં દિલ્હીના પોલીસના ૩૦ જવાન અને જેએનયૂના ૧૫ વિદ્યાર્થી ઘાયલ થયા હતા.
માગણીઓ પૂરી નહીં થાય તો ૧૦ વખત સંસદ કૂચ કરીશું : JNU વિદ્યાર્થી સંગઠન

Recent Comments