(એજન્સી) લખનૌ, તા.૪
જ્યારથી ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવી છે ત્યારથી તાજમહેલ પણ રાજકીય મુદ્દો બની ગયો છે. તાજમહેલને સતત ચૂંટણીની નિવેદનબાજીઓમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. જ્યાં એક તરફ સીએમ યોગી તાજમહેલને ભારતની ઓળખ માનવાનો ઈન્કાર કરી ચૂક્યા છે તો બીજી તરફ દુુનિયાની સાત અજાયબીઓમાં સામેલ ભારતના વરસાને એટલે કે તાજમહેલને યુ.પી. સરકારે પ્રવાસી સ્થળોની યાદીમાં પણ સ્થાન આપ્યું નથી. આ સમગ્ર વિવાદ પર હાલ તો ચર્ચા ચાલી રહી હતી કે સપાના નેતા આઝમખાને બીજેપી સરકાર પર આકરા પ્રહારો કરતા તેને તોડી પાડવા સુધીની વાત કહી નાખી. આઝમ ખાને વ્યંગાત્મકરૂપે કહ્યું છે કે, એક યુગમાં એવી વાત ચાલી રહી હતી કે તાજમહેલને તોડી પાડવો જોઈએ. યોગી આ પ્રકારના નિર્ણયો લેશે તો અમે સહયોગ આપીશું.
આ સમગ્ર કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે એક સ્થાનિક અખબાર દ્વારા ‘ટૂરિસ્ટ ડેસ્ટિનેશન’ની યાદી બહાર પાડવામાં આવી. જેમાં તાજમહેલને સામેલ કરવામાં આવ્યો નથી. આ વખતે યાદીમાં ગોરખધામ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. ગોરખપુરના દેવી પટન શક્તિ પીઠને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ગોરખધામ મંદિરનો ફોટો, તેનો ઈતિહાસ અને તેનું મહત્ત્વ લખેલું છે. જો કે આ વિવાદના એક દિવસ અગાઉ યુ.પી. સરકારે વિશ્વ બેંકના સહયોગથી સંચાલિત પ્રો-પુઅર ટુરિઝમ યોજના’ હેઠળ ૩૭૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓ સૂચિત કરી છે. તેમાં તાજમહેલ અથવા આસપાસના ક્ષેત્રના વિકાસ સાથે જોડાયેલ લગભગ ૧પ૬ કરોડ રૂપિયાના કાર્ય પણ સામેલ છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું.
જો CM યોગી દ્વારા તાજમહેલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવશે તો અમે ટેકો આપીશું : આઝમખાન

Recent Comments