(એજન્સી) હુબલી, તા.રર
ગુજરાત અને હિમાચલ પ્રદેશ બાદ ભાજપની નજર હવે કર્ણાટક પર છે. બંને રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ભાજપની તૈયારી કર્ણાટક જીતવાની છે. ગુરૂવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પરિવર્તન યાત્રામાં ભાગ લીધો ત્યાં જ હુબલીમાં એક રેલીને પણ સંબોધિત કરી. આ દરમ્યાન તેઓએ પ્રદેશની કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. સાથે જ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાન બનાવ્યા હતા. કર્ણાટક સરકાર તરફથી ગત દિવસો ટીપુ સુલ્તાનની જયંતિ મનાવવાના મુદ્દાના એક વાર ફરી ઉછાળતા યોગીએ કહ્યું કે, તેઓ હનુમાનની પૂજા નથી કરતા. ટીપુ સુલતાનની પૂજા કરે છે. આ જ માનસિકતાનું અંતર છે. નોંધનીય છે કે ગુજરાત અને હિમાચલ પછી હવે ભાજપનો ફોક્સ કર્ણાટક પર હતો. કોંગ્રેસ મુક્ત ભારતના અભિયાનમાં ભાજપ માટે આ સૌથી મહત્ત્વનો પડાવ છે.