સાવરકુંડલા, તા.૧૦
ગતરાત્રીના રોજ સાવરકુંડલા નજીક અમૃતવેલ પાસે આવેલ ૫૪ નંબરના ફાટક પાસે એક સિંહબાળ કપાઇ જતા વન વિભાગ દ્વારા ટ્રેનના ડ્રાઈવરને મેમો આપવામાં આવેલો અને સિંહબાળને પીએમ માટે વડાલબીડ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ પીપાવાવ સુરેન્દ્રનગર રેલ ટ્રેક સિંહો માટે ખાસ કરી ગોજારો સાબિત થઇ રહ્યો છે. અહી આ ટ્રેક પર હજુ ત્રણ દિવસ પહેલાં રામપરા પાસે એક સિંહ પરિવાર ટ્રેક પર આવી ચડ્યો હતો ત્યારે આજ રોજ ફરી અમૃતવેલ પાસે એક સિંહ પરિવારના ચાર માસના બાળનું ટ્રેનની હડફેટે મોત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છાશવારે સિંહના રેલ ટ્રેક પર કમોતથી સમગ્ર તંત્ર સામે આંગળી ચિંધાઈ રહી છે ખાસ કરી અહી રાજુલાના સિંહોના વિસ્તારમાં કંપનીઓ સ્થપાતા સિંહોના રહેઠાણોમાં લોકોનો અવરો જવરો વધવા પામ્યો છે અહી પીપાવાવથી ધોળા વાયા સાવરકુંડલા જતા રેલ ટ્રેક આસપાસ સિંહોનો કાયમી વસવાટ છે. જેમાં ખાસ કરી પીપાવાવ રેલવે સ્ટેશનથી લઇ રામપરા કોવાયા ભેરાઈ રાજુલા બરફ તાણા વીજપડી ગાધકડા સ્ટેશન બાઢડાથી સાવરકુંડલા અને સાવરકુંડલાથી ભુવા જીરા સ્ટેશનથી લઇ ભેસવડી સુધીના રેલ ટ્રેક આસપાસ સિંહોનો અહી કાયમી વસવાટ છે ત્યારે રાજુલાના ભેરાઈ અને રામપરામાં પાંચેક સિંહો પીપાવાવ જતી ટ્રેનમાં કપાઈ મર્યા હતા જેથી તંત્ર દ્વારા અહી પીપાવાવ સ્ટેશનથી લઇ વાવેરા સુધી તાર ફેન્સીંગ રેલ ટ્રેક પર કરવામાં આવેલી ત્યારે બાકીનો આ વિસ્તાર વાવેરાથી સાવરકુંડલા ભેસવડી સુધીમાં અનેકો સિહ છે અને આ અગાઉ સાવરકુંડલા તાલુકાના ભમ્મર અને બાઢડામાં પણ સિંહ રેલ ટ્રેક પર આવી કપાઇ મર્યાની ઘટના બનવા પામી છે છતાં આ વિસ્તારમાં તાર રેલ ટ્રેક પર ફેન્સીંગ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જે કારણો સર ગત મોડીરાત્રીના સાવરકુંડલાના અમૃતવેલ પાસે વધુ એક સિંહ રેલ ટ્રેક માં ટ્રેનની ઝપતે આવી જતા કચડાઈ મર્યો હતો ત્યારે આ વિસ્તારના પીઠ પર્યાવરણ વિર્દ આતાભાઈ વાઘ દ્વારા તંત્રને ચીમકી ઉચારી છે કે, જો હવે ગીરની આ મહામૂલી વિરાસત ટ્રેન નીચે કપાશે તો હવે ટ્રેકને જ ઉખાડી દેવાની ચીમકી ઉચારી છે અને આ સમગ્ર વિસ્તારના રેલ ટ્રેક પર તાર ફેન્સીંગ લગાવામાં આવે તેવી તંત્ર સમક્ષ માગણી કરવામાં આવી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વન્ય જીવોના જીવ ખોરવાઈ રહ્યા છે જેનું પાપ પણ તંત્રના શિરે રહશે. આતાભાઈ વાઘે જણાવ્યું હતું.