લંડન, તા.૩
ઈંગ્લેન્ડના કપ્તાન રૂટે ભારત વિરૂદ્ધ સિરીઝ જીત્યા બાદ કહ્યું કે ભારત સામેની હાલની સિરીઝ દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટ જીવંત છે અને આગળ વધી રહ્યું છે. રૂટે કહ્યું કે, મને લાગે છે કે આ ટેસ્ટ ક્રિકેટ માટે ઘણો સારો સંકેત છે. આ બતાવે છે કે, ટેસ્ટ ક્રિકેટ હજુ પણ જીવંત છે. તેણે કહ્યું કે ભારતને શ્રેય જાય છે તેમણે આ મેચમાં જ નહીં પણ સમગ્ર સિરીઝમાં શાનદાર ક્રિકેટ રમ્યું. રૂટે કહ્યું કે બોલિંગમાં આટલા બધા વિકલ્પ હોવાના કારણે તેને જીતનો વિશ્વાસ હતો. તેણે કહ્યું કે મને ખબર છે કે વાતો થઈ રહી હતી કે ર૭પ સારો લક્ષ્યાંક રહેશે પણ હું આશ્વસ્ત હતો કે જો પોતાની ક્ષમતા અનુરૂપ બોલિંગ કરીશું તો અમારી પાસે વિજય મેળવવા માટે પર્યાપ્ત રન છે. ઈંગ્લેન્ડે વિશ્વની નંબરવન ટીમ ભારતને બંને ઈનિંગોમાં ર૭૩ રને ૧૮૪ રનમાં આઉટ કરીને વિજય મેળવ્યો.