(એજન્સી) જયપુર, તા.૧પ
ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલ કરણી સેનાએ પદ્માવતી ફિલ્મ પર રાજપૂતોના ગુસ્સાની તુલના જૌહરની જવાલા સાથે કરી છે. સંગઠને કહ્યું કે આ વિવાદમાં ઘણા લોકો સળગશે. રોકાઈ શકે તો રોકી લો. કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કલ્વીએ કહ્યું કે, આ જૌહરની જવાલામાં ઘણુ બધુ સળગવાનું છે. કોટામાં ફિલ્મ ટ્રેલર બતાવતાં સિનેમા હોલમાં તોડફોડ કરી હતી. ફિલ્મ રિલીઝ ન થવા દેવાની ધમકી આપી હતી. કરણી સેનાએ કહ્યું કે આ ફિલ્મ બનાવનારાઓએ રાજપૂતોની ધૈર્યની પરીક્ષા લેવી ન જોઈએ કારણ કે રાજપૂત સમાજ અનુશાસનની પરીક્ષામાં ફેલ થશે તો તે દેશ માટે સારું નહીં હોય. લોકેન્દ્રસિંહે પદ્માવતીનું ટ્રેલર જોઈ આપત્તિ દર્શાવી. સિનેમા સંઘે લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ફિલ્મ પદ્માવતી ડિસેમ્બરમાં રિલીઝ થનાર છે. જેમાં રાણી પદ્માવતીના ચારિત્ર્યને ગલત રીતે રજૂ કરાયું છે. જે વિકૃત તથ્યો રજૂ થવા નહીં દેવાય. કિતાબમાં એવું લખ્યું નથી કે ખિલજી વંશના રાજા અલાઉદ્દીન ખિલજીને રાણી પદ્માવતી સાથે પ્રેમ થયો હતો. જે ૧૩-૧૪મી સદીમાં દિલ્હીનો સુલતાન હતો. પદ્માવતીને બદનામ કરવા ઈતિહાસના તથ્યોને વિકૃત રીતે રજૂ કરાયા છે. ફિલ્મ ઉદ્યોગે કહ્યું કે સેન્સર બોર્ડ મંજૂરી આપે તો તેને રજૂ થવા દેવી જોઈએ. ફિલ્મકાર ભણસાલીએ ફિલ્મ રિલિઝ પહેલાં કરણી સેનાને બતાવવાની ઓફર કરી હતી પરંતુ કરણી સેનાએ ઈતિહાસકારો અને બુદ્ધિજીવીઓને ફિલ્મ બતાવવા કહ્યું હતું.
જૌહર કી જ્વાલા : ઘણું બધું ભડકે બળશે પદ્માવતી વિવાદ પર કરણી સેનાની ખુલ્લેઆમ ધમકી

Recent Comments