(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીના ચાર વર્ષ પહેલા દિલ્હી ખાતે લગ્ન થયા હતા. નોકરી કરતી યુવતી પાસે આઇડી પ્રુફ નહીં હોવાથી તેના પતિ સાથે બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેનો ફાયદો પતિએ લઇને ચાર વર્ષ પગારના રૂપિયા છ લાખ તેના અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇને પત્નીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને દહેજની માંગણી કરતા આખરે પરિણીતા તેના પિયર અડાજણ ખાતે રહેવા આવીને પતિ અને સાસરિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીના ચાર વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા હેમલભાઇ જયેશભાઇ સુરતી સાથે થયા હતા. નોકરી કરતી હોવાને કારણે તેનો પગાર બેંકમાં જમા થતો હોવાને કારણે તેના પતિ સાથે દિલ્હી ખાતે આવે બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં તેના પગાર જમા થતો હતો. ચાર વર્ષ દરમિયાન પગારના જમા થયેલા રુપિયા છ લાખ હેમલભાઇએ તેની પત્નીની જાણ બહાર તેના અન્ય બેંક ખાતામાં જમા કરાવી દઇને માનસિક તથા શારિરીક ત્રાસ આપતો હતો. આખરે પતિ હેમલભાઇ તથા સારર ફતીબેનના ત્રાસથી કંટાળીને પરિણીતા તેના અડાજણ ખાતે રહેતા માતા – પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી અને અડાજણ પોલીસ મથકે સાસરિયા વિરુદ્વ દહેજની ફરિયાદ નોંધાવી હતી.
જોઈન્ટ ખાતાનો લાભ ઉઠાવી પતિએ પત્નીના છ લાખ અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

Recent Comments