(એજન્સી) હાજીપુર, તા.૧૩
લોકસભા ચૂંટણીમાં આમ તો હરીફાળ એનડીએ વિરૂદ્ધ યુપીએની છે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તા કેટલીક વખત પરસ્પર જ લડતા જોવા મળ્યા છે. આ વખત બિહારના એનડીએના ેબે ઘટક દળ ભાજપ અને જેડીયુના કાર્યકર્તા પરસ્પર લડી પડ્યા જોકે, શુક્રવારે હાજીપુરમાં જેડીયુ અને ભાજપ કાર્યકર્તાઓની બેઠક ચાલી રહી હતી તે દરમ્યાન બંને દળોના કાર્યકર્તાઓમાં જોરદાર ઘમાસાણ જોવા મળ્યું. રામ મંદિરના મુદ્દા અંગે વિવાદ એટલો વધી ગયો કે, મારામારીની સ્થિતિ આવી ગઈ એટલુ જ નહીં હોબાળો કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓએ સ્ટેજની સામે પહોંચી જેડીયુ નેતાઓ સાથે ગેરવર્તન કર્યું અને સ્ટેજ પરથી નેતાઓને ઉતારવાનો પ્રયાસ પણ કર્યો. જો કે, જેડીયુના કાર્યકર્તા ચૂંટણીમાં રામ મંદિર મુદ્દાથી દૂર રહેવાની વાત કરી રહ્યા હતા જે ભાજપના કાર્યકર્તાઓને સ્વીકાર્ય ન હતી. આ વાત પર ભાજપ કાર્યકર્તાઓ એટલા રોષે ભરાયા કે ભરી સભામાં જેડીયુ નેતાઓ સાથે ગેરવર્તન કર્યું અને મારામારી કરવા લાગ્યા. જેડીયુના રાષ્ટ્રીય સચિવ સંજય વર્માના ચૂંટણીના મંદિર મુદ્દાને દૂર કરવાની વાત સાંભળીને ભાજપના કાર્યકર્તા ભડકી ઉઠ્યા અને સ્ટેજ સામે પહોંચીને ઘણા સમય સુધી હોબાળો કર્યો. જેડીયુ નેતા સંજય વર્માનું કહેવું હતું કે, હાજીપુરમાં રામ મંદિર પ્રચારનો મુદ્દો બનાવવો જોઈએ નહીં આટલું સાંભળતા જ ભાજપ કાર્યકર્તા રોષે ભરાયા અને હોબાળો કરવા લાગ્યા. આ બેઠકનું આયોજન હાજીપુરથી એનડીએના ઉમેદવાર અને રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસે કર્યું હતું. રામ મંદિર મુદ્દાને ચૂંટણીમાં ન ઉઠાવવાની વાત પર હોબાળો ઘણા સમય સુધી ચાલુ રહ્યો. સ્થાનિક ભાજપ ધારાસભ્યએ પોતાના પાર્ટી કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ માન્યા નહીં તેમણે કાર્યકર્તાઓ પાસે માફી પણ માંગી પરંતુ હોબાળો રોકાયો નહીં અને મારામારી પણ થવા લાગી.
ભાજપ અને જેડીયુ કાર્યકર્તા રામ મંદિર મુદ્દે પરસ્પર લડી પડ્યા, જોરદાર હોબાળો અને મારામારી થઈ

Recent Comments