અમદાવાદ,તા.૮
કેન્દ્રીય મજૂર સંગઠનો અને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા દેશ વ્યાપી હડતાળમાં ગુજરાતભરના અનેક સંગઠનોના અને કર્મીઓ જોડાયા હતા. જેમાં રેલીઓ યોજી આવેદનપત્રો અપાયા હતા. આ હડતાળમાં વિવિધ બેન્કો જોડાતાં રાજ્યમાં કરોડોના નાણાંકિય વ્યવહારોને અસર થઈ હતી. જ્યારે આગામી દિવસોમાં જો માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
કેન્દ્રીય કામદાર સંગઠનો દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી હડતાળને ગુજરાતમાં જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે અને કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે શ્રમજીવીઓ શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં પાંચ લાખથી વધુ શ્રમજીવીઓ-કર્મચારીઓ-સેવાર્થીઓ સંયુક્ત ટ્રેડ યુનિયન મંચના કન્વીનર અરૂણ મહેતાએ વધુ વિગત આપતાં જણાવેલ છે કે, સીટુ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયનના એલાનના પગલે પ૦,૦૦૦ આંગણવાડી વર્કત તથા રપ,૦૦૦ આશા વર્કરો ગુજરાતમાં જોડાયા છે. ૪પ,૦૦૦ બેન્ક-એલઆઈ.સી.ના કર્મચારીઓ ગુજરાતની તમામ લેબર કોર્ટો ન્યાય પંચોના વર્કરો, રિર્ઝવ બેન્કના કર્મચારીઓ ઈન્કમટેક્સ, બી.એસ.એન.એલ.ના ૮,૦૦૦ કર્મચારીઓ, પાવર લુમ અસંગઠીત ક્ષેત્રના એક લાખથી વધુ કામદારો હડતાળમાં જોડાયા હતા. એસએફઆઈ ગુજરાત દ્વારા છાત્રાલયોના પ્રશ્ને રેલી યોજાઈ હતી.
અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, મોરબી, ભરૂચ સહિતના તમામ જિલ્લામાં દોઢ લાખથી વધુ કામદારો હડતાળમાં જોડાયા છે. અમદાવાદમાં ગાંધી આશ્રમથી ત્રણથી ચાર હજારની હાજરી સાથે વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં શ્રમજીવીઓ, કર્મચારીઓ, ઉપરાંત આંગણવાડી વર્કરો વિશાળ સંખ્યામાં જોડાયા હતી. અમદાવાદમાં રેલીની આગેવાની સીટુના મહામંત્રી અરૂણ મહેતા, પ્રમુખ સતીષભાઈ પરમાર, ઈન્ટુકના રાષ્ટ્રિય મહામંત્રી અશોક પંજાબી, રાજ્ય પ્રમુખ નૈષદ દેસાઈ, એચ.એમ.એસ.ના જેન્તી પંચાલ, કેમીકલ મજદુર પંચાયતના અસીમ રોય, યુ.ટી.યુ.સી.ના જયેશ પટેલ, એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયનના સત્યજાન અલીસવેર, આંગણવાડી સંગઠનના રૂપાબેન જોષી, આશાબેન ભાવસારએ લીધી હતી.
આ ઉપરાંત ભાવનગરમાં બેથી અઢી હજારની હાજરી સાથે રેલી યોજાઈ હતી. બેન્ક, એલ.આઈ.સી, ઉપરાંત વિશાળ સંખ્યામાં આશાવર્કરો-ફેસીલીએટરો, આંગણવાડી વર્કરોએ ભાગ લીધો હતો. વડોદરામાં પ,૦૦૦ની હાજરી સાથે તથા સુરત બે હજારની હાજરી સાથેના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આંગણવાડી વર્કરો તથા ફેસીલીએટરો દ્વારા આણંદ, રાજકોટ, ધોરાજી, મોરબી, ભરૂચ, નવસારી, જૂનાગઢ સહિત ૧૪ હેરોમાં રેલીઓ યોજવામાં આવી છે. બેન્કોની હડતાળને પગલે કરોડોનું ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયું હતું.
અરૂણ મેતાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના સરકારી ઉદ્યોગો મોટા ઉદ્યોગપતિઓને ફાયદાથી વેચાણની નીતિ અપનાવાતા અને લઘુતમ વેતન ર૧,૦૦૦ કોન્ટ્રાક્ટ પ્રથા-ફીક્સ પ્રથા નાબુદ કરવા, આંગણવાડી-આશા-ફેસીલીએટરો-મધ્યાહન ભોજન કર્મીઓને કાયમી કરવા, ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગણીઓ બાબતે સરકાર દ્વારા કોઈ જ નિર્ણય ન કરાતાં રાષ્ટ્રવ્યાપી હડતાળમાં રપ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે.
વિવિધ ટ્રેડ યુનિયનના કર્મીઓએ હડતાળ પાડી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું

Recent Comments