(એજન્સી) તા.૧૫
જોર્ડનની મુસાફરીના છેલ્લા દિવસે પ્રિયંકા ચોપડાએ ક્વિન રાનિયા સાથે મુલાકાત કરી. પ્રિયંકાએ કહ્યું કે રાણીને મળીને તે પોતાની જાતને સદ્નસીબ અને સન્માનિત અનુભવી રહી છે. પ્રિયંકાએ જોર્ડનની રાણીની સાથે પોતાની એક તસવીર શેર કરતા કહ્યું કે, તે હકીકતમાં પ્રેરણાસ્ત્રોત છે. તેણે તસવીરની સાથે લખ્યું, “આ વખતે અમાનમાં, મને જોર્ડનની રાણી રાનિયાની સાથે મુલાકાત કરવાની ફરી એક વાર તક મળી તે બદલ હું ખુશી અનુભવી રહી છું. સીરિયન શરણાર્થી સંકટ દરમિયાન જોર્ડનનું સમર્થન અને સહયોગ અદ્ભુત રહ્યો. દિન-પ્રતિદિન સારૂં કાર્ય થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોર્ડનમાં ગઈ હતી. તેના આ જ પ્રવાસને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. યુઝર્સે કહ્યું હતું કે, તેણે વિદેશી બાળકોની જગ્યાએ પોતાના દેશના બાળકો તરફ ધ્યાન આપવું જોઈએ. આ વખતે પ્રિયંકાએ જવાબ આપતાં કહ્યું કે, તે પાછલાં એક દાયકાથી અહીંયા કામ કરી રહી છે. એક બાળકની પીડા બીજાથી અલગ ના હોઈ શકે. આગામી સપ્તાહે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તે રાનિયાને મળવાની આતુરતાથી રાહ જોઈ રહી છે, જ્યાં બંને પોતાના વિચારો રજૂ કરશે.
જોર્ડનની ક્વિનને મળી પ્રિયંકા : રેફ્યુજી કેમ્પમાં જવાને કારણે થઈ હતી ટ્રોલ

Recent Comments