(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
શહેર- જિલ્લામાં વાહન અકસ્માતના બનેલા જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ વ્યકિતઓના કરૂણ મોત નીપજ્યા હતા.ત્રણ મર્યા ગયેલા ઈસમોમાં બે બાઈક સવારો તથા એક રાહદારીનો સમાવેશ થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં લસકાણા તરફ જતા રસ્તા પર આવેલી સુખ મંદિર રેસિડેન્સી પાસે અજાણ્યા ઓટો રિક્ષાચાલકે એક કિરણગીરી નામના બાઈક સવારને ટક્કરમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સવાર માટે તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજા વાહન અકસ્માતનો બનાવ અમદાવાદ-મુંબઈના વલથાણ પાટિયા પાસે બન્યો હતો. વિનોદ વિજયસિંહભાઈના માસીનો દીકરો રવિન્દ્ર છત્રસિંહ તેમના કોઈક મિત્ર સાથે મોટર સાઈકલ (જીજે-૦૫-એલઆર-૮૨૨૨) પર જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા પાછળ બેઠેલા રવીન્દ્ર છત્રસિંહના શરીરે ગંભીર ઈજાઓ પહોદ્વચતા કરૂણ મોત નીપજ્યું હતું. પલસાણા-દસ્તાન ફાટક પાસે રેહાન પેપર મિલ પાસે એક કન્ટેનરમાં ચાલકે (જીજે-૦૬-એએક્સ-૨૧૨૫) એક રાહદારીને અડફેટમાં લેતા કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક વડોદરા ભાયલી ખાતે રહેતા કાસમઅલી સૈયદનો ભાઈ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.