(એજન્સી) તા.૧૯
બિહાર માટે ૨૫ ઓક્ટો.નો દિવસ સૌથી મોટો દિવસ હશે. આ દિવસે એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, સીતારામ યેચુરી, દિપાંકર અને સંભવતઃ રાહુલ ગાંધી હાજરી આપશે. દરમિયાન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના (એઆઇએસએફ) આઇકોનિક યુવા નેતા કનૈયાકુમાર પોતાની હાજરી અને વાકપટૂતાને કારણે દેશમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. કનૈયાકુમાર જ્યારથી દિલ્હીમાંથી બિહારમાં પ્રવેશ્યા છે અને ત્યાં પડાવ નાખીને ૨૫ ઓક્ટો.ની મેગા વિપક્ષી રેલી માટે ગંભીર તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારથી ખોટા રિપોર્ટીંગવાળી ઘટનાઓ હકીકતોને તરોડી મરોડીને રજૂ કરવાની ઘટનાઓ સમાચારમાં ચમકી છે. સબરંગ ઇન્ડિયા આ અંગે હકીકતો મેળવવા યુવા નેતાના નિકટના સહયોગીઓ સાથે વાતચીત કરી હતી. જ્યારથી કનૈયાકુમાર બિહારમાં સક્રિય બન્યા છે ત્યારથી ભાજપ સંઘના પેટમાં તેલ રેડાયું છે અને તેથી શાસક પક્ષ અને તેના મીડિયા સાથીઓએ કનૈયાકુમાર પર હુમલા કરવા અને તેમને બદનામ કરવા માટે કોઇ કસર છોડી નથી. તાજેતરમાં બે અલગ ઘટનાઓ ઘટી છે. એક ઘટના ૧૪ ઓક્ટો.ના રોજ એમ્સ પટણામાં અને બીજી ઘટના ૧૬ ઓક્ટો.ના રોજ બેગુસરાઇ ખાતે બજાર નજીક જાહેર સ્થળે ઘટી હતી. એમ્સ ખાતે કનૈયાકુમારની હાજરીને કારણે ડોક્ટરોમાં આરએસએસ લોબી ભડકી ઊઠી હતી અને અશ્વિની પાંડે નામના એક ચોક્કસ નાગરિકે મુલાકાતી જૂથની હાજરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે સ્વતંત્ર ડોક્ટરોએ દરમિયાનગીરી કરીને જણાવ્યું હતું કે દર્દીઓને સહન કરવા દઇ શકાય નહીં અને જરુર હોય તો કનૈયાકુમાર સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે અને આખરે જામીનપાત્ર કલમો ટાંકીને કનૈયાકુમાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બીજી ઘટના બેગુસરાઇમાં બજાર નજીક સરેઆમ બની હતી. કનૈયાકુમાર અન્ય સાથે એક વાહનમાં હતો ત્યારે કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા હતા. ગરબડ હોવાનું જાણીને કનૈયાકુમાર પોતાના વાહનમાં બેસી ગયો હતો અને ત્યાંથી રવાના થઇ ગયા હતા પરંતુ તેમના પર ભાજપ યુવા મોરચાના સભ્યો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો. આમ ૨૫ ઓક્ટો.ની બિહાર મેગા રાજકીય રેલી પૂર્વે કનૈયાકુમારને જુદા જુદા કેસોમાં ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.