નવી દિલ્હી, તા.ર૧
સુપ્રીમ કોર્ટમાં જજ લોયાની મૃત્યુની તપાસની માગણી માટે પુર્નવિચાર અરજી દાખલ કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે જજ લોયાની મૃત્યુની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજી કરી હતી. જજ લોયા સીબીઆઈની સ્પે. કોર્ટમાં જજ તરીકે સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરી રહ્યા હતા. જે દરમ્યાન એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ હતું. બોમ્બે લોયર્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટના ૧૯મી એપ્રિલના રોજ અપાયેલ ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે જજ લોયાની મૃત્યુની તપાસ કરાવવા માંગતી સંખ્યાબંધ દાખલ થયેલ અરજીઓ રદ કરી હતી. ૧૯મી એપ્રિલે સુપ્રીમ કોર્ટની બેંચ જેની આગેવાની CJI દીપક મિશ્રાની હતી. એમણે જણાવ્યુંં હતું કે, જજ લોયાના મૃત્યુના કારણો કુદરતી હતા. કોર્ટ માટે એવા કોઈ આધારો નથી જેથી એને શંકા થાય કે જજ લોયાની મૃત્યુ સંદર્ભે અજુગતું બનેલ હતું જેથી એની તપાસ કરવી યોગ્ય જણાય. સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર માટે દાખલ કરાયેલ અરજીમાં જણાવાયું છે કે, કેસની હકીકતોને ધ્યાનમાં રાખી જો એની સંપૂર્ણ તપાસ નહીં થાય તો ન્યાયની કસુવાવડ થશે. એ માટે ન્યાયના હિતમાં ચુકાદા અને આદેશ ઉપર પુર્નવિચાર કરવામાં આવે. હાલની અરજી દ્વારા એમ આ વિષય બાબત સંવેદનશીલતા ઊભી કરવી નથી માંગતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર પણ હુમલો નથી કરતા એ સાથે ન્યાયતંત્રની વિશ્વસનીયતાને પણ નબળી નથી પાડવા માંગતા. વધુમાં જે ચાર જજોએ જજ લોયાની મૃત્યુ અંગે નિવેદનો આપ્યા હતા એમની સામે. કોઈ પૂર્વગ્રહ નથી રાખવા માંગતા અને એમની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી.