(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના લાલદરવાજા મુરલીધર ગેસ્ટ હાઉસમાં ધમધમતી જુગારની કલબ ઉપર દરોડા પાડી પીસીબી પોલીસે સાત જુગારીની ધરપકડ કરી રૂા.૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેસ્ટ હાઉસનો મેનેજર અરવિંદ વેવડા જુગાર રમવા માટે રૂમ ભાડે આપતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પીસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પો.સ.ઈ. એસ.એસ. દેસાઈ તથા એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, ભરતભાઈ ગોપાળ, દામજીભાઈ ધનજીભાઈ, અશોકભાઈ નારણભાઈ, અલ્કેશભાઈ રમણભાઈ, અશોક લાભુભાઈતથા પીસીબીના રાકેશભાઇ વલ્લભભાઈનાઓ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના પીસી અશોક લાભુભાઇનાઓ બાતમી હકિકત મળેલ છે કે, મહિધરપુરા લાલદરવાજા પાસે આવેલ હોટલ યુવરાજની પાછળ મુરલીધર ગેસ્ટ હાઉસનો રિસેપ્સન મેનેજર અરવિંદભાઈ રાજુભાઈ દેવડા નામનો ઈસમ ગેસ્ટ હાઉસમાં પોતાના આર્થિક લાભ સારૂ ગ્રાહક પાસેથી વધુ પૈસા લઈ જુગાર રમવા માટે રૂમ ભાડેથી આપે છે અને હાલ આવી રીતે તેણે તેના ગેસ્ટ હાઉસમાં રૂમ નં.૪૦ અભિષેક અશોકકુમાર જૈન નામના માણસને જુગાર રમવા માટે રૂમ ભોથી આપેલ છે અને આ અભિષેકજૈન બહારથી માણસો બોલાવી તેઓને પૈસા તથા ગંજીપનાનો અંદર બહારનો હાર જીતનો જુગાર રમવાના સાધનો પૂરા પાડી ભાડાની રૂમમાં હાર જીતનો જુગાર રમી રમાડી નાળશ્વના પૈસા ઉઘરાવે છે. જે બાતમીના આધારે રૂમ નં.૪૦ પાંચમો માળે, મુલીધર ગેસ્ટ હાઉસ, હોટલ યુવરાજની પાછળ લાલ દરવાજા, મહિધરપુરા સુરત ખાતે રેઈડ કરી અરવિંદભાઈ રાજેભાઈ દેવડા, ભગવતીલાલ રોડીલા જૈન, આનંદભાઈ રામચંદ પંજાબી, અશોક રોશનલાલ જૈન, સતીષ ધનંજય પાટીલ, વિરાટ રાજીવભાઈ અરોરા, શોભિત વિરેન રાજપૂતની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧,૦૭,૪૫૦/- દાવ પરના રોકડા રૂપિયા ૧૩,૫૦૦/-ના તથા મોબાઈલ નં.૦૮ કિ.રૂ. ૧,૫૬,૦૦૦/- તેમજ કમિશન પેટે લીધેલ રોકડા રૂપિયા ૧૦૦૦/- ગેસ્ટ રજીસ્ટરની કોમ્પ્યૂટર પ્રિનટ નકલ નંગ-૦૧, ભાડે રાખનાર અભિષેક જૈનનું આધારકાર્ડ, ગેસ્ટ હાઉસના ટોરેન્ટ પાવર કંપનીના લાઈટબિલ મળી કુલ રૂપિયા ૨,૭૭,૯૫૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે. સદરહુ રૂમ ભાડેથી રાખનાર અભિષેકકુમાર જૈન વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.