જૂનાગઢ, તા.૧૦
કેશોદ તાલુકાના પસવાડીયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ જે.બી.કરમુર અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં ૧૦ શખ્સોને રૂા.ર૮પ૬૦ મોબાઈલ ફોન ૮ વગેરે મળી કુલ રૂા.૪ર૦૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જુગારના અન્ય એક દરોડામાં વંથલી તાલુકાના કાજલિયાળા ગામે પોલીસ કોન્સ્ટેબલ સુમિત ગોવિંદભાઈ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા.૧૩૩ર૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કેશોદ તાલુકાનાં અગતરાય ગામે બાગ વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે જુગાર અંગે દરોડા પાડતાં ૪ શખ્સોને રૂા.૧૯ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોફેશનલ એએસઆઈ પી.જે.વાળા અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં તીનપત્તી રોન નામનો જુગાર રમતા કુલ રૂા.૩૮૯ર૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.