(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ શહેરમાં એ-ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડતા નીચલા દાતાર નજીક વાડિયામાં હાજુબેન અબ્દુલભાઈ સાંધ વાડિયાવાળાએ પોતાના કબજા હવાલાના મકાને રોન પોલીસનો જુગાર રમાડતા ઝડપી લેવામાં આવેલ. આ તકે હાજુબેન અબ્દુલભાઈ, રમાબેન રામજીભાઈ સોલંકી, વિજયાબેન હીરજીભાઈ વીરાણી, હમીદાબેન બોદુભાઈ, કાજલબેન રવિભાઈ, ઓસમણભાઈ તૈયબભાઈ વગેરેને રોકડ રૂા.૧ર,૦ર૦ તથા મોબાઈલ-પ વગેરે મળી કુલ રૂા.૧૪,પર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા કલમ-૪, પ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.આર. કોદાવાલા ચલાવી રહ્યા છે.