પાલેજ તા.૨૯
પાલેજ નજીક ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે એસ.ટી કોલોની વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન ૧૩ ઈસમો જુગાર રમતાં ઝડપી લેવામાં આવ્યા હતાં આ ઈસમોની અંગ જડતી લેતાં અને દાવ પરથી કુલ ૯૬૪૦૦ રોકડા અને ૧૫ નંગ મોબાઇલનો મુદામાલ કબજે કરાયો હતો.
ટંકારીયા એસ.ટી કોલોની વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં મંગળવારે સમી સાંજે જુગાર રમાઈ રહ્યો હતો જેથી એલ.સી.બી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ તરડેએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન ખુલ્લી જગ્યા જુગાર ધમધમી રહ્યો હતો. જ્યાંથી અંગ જડતીમાંથી ૯૬,૪૦૦અને ૧૫ નંગ મોબાઇલ મળી ૧ લાખ ૫૦ હજાર ૭૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જુગાર રમતાં ઝડપાયેલા ઈસમોમાં (૧) સલમાન નબીભાઈ રસુલસાહ પાણીગેટ,વડોદરા, (૨) વલીભાઈ મુસાભાઈ ટંકારીયા, (૩) મહંમદ સલીમ અબ્દુલ કાદર તાદલજા વડોદરા, (૪) મહેશ બાપુભાઈ હીરાભાઈ હરિજન મકરપુરા, વડોદરા,(૫) એડિસન જીવણભાઈ જોસેફ મકરપુરા, વડોદરા, (૬) રહીમશા હેમદશા દીવાન તાંદળજા રોડ વડોદરા, (૭) મહેબૂબ વલી ઉમરજી ટંકારીયા, (૮) હરિસ ભાઈ વસંત ભાઈ રણછોડ ભાઈ રાણા પાદરા, (૯) યશ ચિતલભાઈ અંબાલાલ પટેલવડદલા તા. જિ. ભરૂચ, (૧૦) ઇરસાદ ઇકબાલ ગુલામ હુસેન મન્સૂરી રહે. સુરત, (૧૧) અખ્તરહુસેન સદરૂદીન ગુલામ અલી તાંદલજા, વડોદરા, (૧૨) મજીદ ઇકબાલ ટંકારીયા, (૧૩) ઓવેશ સલીમ વલીભાઈ ટંકારીયા આ તમામ ઈસમો સામે પાલેજ પોલીસ મથકે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ અધિકારી નબીપુરનાં પી.એસ.આઇ જે.જે. પટેલ ચલાવી રહ્યા છે. જ્યારે જુગાર રમતાં પોલીસની રેડ દરમ્યાન ૧૬ ઈસમો નાસી છૂટ્યા હોવાની માહિતી પોલીસમાંથી મળી છે. જેઓને ધરપકડ કરવાનાં ચક્રો પોલીસે ગતિમાન કર્યાની માહિતી મળી છે.