(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
સુરત પોલીસે જુગારધારા અન્વયે ચાર કેસ કરી ૩૬ જુગારીની સાથે રૂા. ૨.૬૨ લાખની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરની પાંડેસરા પોલીસે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળથી જુગાર રમતા અમરત ગણેશ પટેલ, મહેન્દ્ર ગમોશ, હરિશ કાંતિ, નિલેશ રણછોડ, પ્રકાશ પટેલ, બીપીનકુમાર પટેલની ધરપકડ કરી હતી. રોકડા રૂ. ૧૫,૧૩૦ કબજે કર્યા હતા.
કાપોદ્રા પોલીસે સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નં. ૧૦.૬.૧૭ના ધાબા ઉપર જુગાર રમતા કારખાનેદારો બાબુ ગોબર મેર, જીતુ બાધા ડાભી, શૈલેષ રાઘવ સોલંકી, ભાવેશ ડાભી, નિખલ સુધીરભાઈ, જીગ્નેશ કરશન ડાભી, દદુભાઈ પરમાર, પ્રવીણ કેશુ બાંભણીયા, સુરેશ કાળુ જગદીશ ગોહિલની ધરપકડ કરી રોકડા રૂપિયા, આઠ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૭૦,૫૦૦ની મતા કબજે કરી હતી.
ઉધના પોલીસે શિવશક્તિનગરમાં જુગાર રમતા મો. આલમ મો.અખતર, મો. ફેજાન મો. હાફીજ, નેક મોહંમદખાન, રાજા અખતર નુર, મોહંમદ અબ્દુલની ધરપકડ કરી રોકડા રૂા.૧૬,૨૦૦ કબજે કર્યો હતો.
ખટોદરા પોલીસે શાસ્ત્રીનગરમાં જુગાર રમતા મુકેશ ચુનીલાલ હેમરાજ પ્રજાપતિ, જગદીશ જાટ, હંસરાજ પ્રજાપતિ, પ્રદીપ પ્રજાપતિ, સુંદર રમેશ રૂપચંદ પ્રજાપતિ સુમિત તેજસિંગ બનવારી, ધરમચંદ, બનવારીલાલ ભાટી, અશોક નાયક, દયાશંકર પ્રજાપતિ, શૈલાશ પવાર, ગિરધારી પ્રજાપતિ, મોહનલાલ રાયની ધરપકડ કરી ૧૬ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૧,૬૦,૮૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.