(એજન્સી) લંડન, તા.૧૧
વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજેને લંડન ખાતેના ઈકવાડોરના દૂતાવાસમાંથી ધરપકડ કરાઈ છે. છેલ્લા ૭ વર્ષથી અસાંજેએ ઈકવાડોરના દૂતાવાસમાં શરણ લીધી હતી. યૌન ઉત્પીડન કેસમાં સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા અસાંજેએ દૂતાવાસમાં શરણ લીધી હતી. જો કે પાછળથી સ્વીડને રેપનો આરોપ હટાવી દીધો હતો.
લંડન પોલીસે કહ્યું કે અસાંજેની ધરપકડ કરાઈ છે. તેને વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ કરાશે. ઈકવાડોરના રાષ્ટ્રપતિ લેનિન મોરેનોનું ઉલ્લંઘન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અસાંજેએ ર૦૧૦માં મોટી સંખ્યામાં અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા તેણે ઈકવાડોરના લંડન સ્થિત દૂતાવાસમાં ર૦૧રમાં શરણ લીધી હતી. સ્વીડને રેપ કેસ હટાવ્યા છતાં તે ઈકવાડોરના દૂતાવાસમાં શરણ લઈ રહ્યો હતો. કારણ કે જામીનનો મુદ્દો સમાપ્ત થવાના કારણે તેના પર લંડનમાં ધરપકડની તલવાર લટકતી હતી. તેને ૧ર ડિસેમ્બરે ઈકવાડોરની નાગરિકતા મળી હતી.
કોણ છે વિકિલીક્સનો સ્થાપક જાણો :-
વિકિલીક્સનો સ્થાપક જુલિયન અસાંજેનો જન્મ ઓસ્ટ્રેલિયાના ટાઉન વિલે શહેરમાં ૩ જુલાઈ ૧૯૭૧ના રોજ થયો હતો. તેણે ૩૭ શાળાઓમાં અભ્યાસ કર્યો છે. તે હેકિંગનો માસ્ટર હતો. તેણે મેલબોર્ન યુનિ.માંથી ફિઝિકસ અને મેથ્સની ડિગ્રી મેળવી હતી. તેણે ર૦૦૬માં ુૈાઙ્મીટ્ઠાજર્.ખ્તિની શરૂઆત કરી જેથી તે ટ્રેસ કર્યા વગર ઈન્ટરનેટ પર એક બાતમીદાર તરીકે સંવેદનશીલ દસ્તાવેજો પોસ્ટ કરી શકે. ચાર વર્ષ બાદ સ્વીડનની બે મહિલાઓએ અસાંજે પર રેપ-યૌન શોષણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ સ્વીડને ધરપકડ વોરંટ બહાર પાડ્યું. અસાંજે આરોપોને ફગાવી દીધા હતા.
૧૯૯૦માં તે એક કોમ્પ્યુટર પ્રોગ્રામર અને સોફટવેર ડેવલોપર બની ગયો હતો. તેમજ હેકિંગનો કિંગ બની ગયો.
વિકિલીક્સ શું છે ?
વિકિલીક્સ છેલ્લા દસ વર્ષથી સમાચારોમાં ચમકતું રહ્યું. શરૂઆતમાં તેણે ઘણા દેશોનો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દઈ સરકારોને મૂંઝવણમાં મૂકી દીધી. તેની કાર્યશૈલીથી લોકોની જિંદગી પણ ખતરામાં પડી શકે તેવો ડર પેદા થયો.
વિકિલીક્સના સ્થાપક અસાંજે સતત વિવાદોમાં રહ્યા. તેની ઈકવાડોરના દૂતાવાસમાં ૭ વર્ષ રહ્યા બાદ લંડન પોલીસે ધરપકડ કરી.
વિકિલીક્સ સાથે જોડાયેલ પાંચ બાબતો
(૧) ૧૦ મિલિયન લીક્સ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અસાંજેએ વિકિલીક્સની સ્થાપના ર૦૦૬માં કરી. તેણે કહ્યું હતું કે તે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવા અને સૂત્રોની સુરક્ષા માટે એન્ક્રીપ્સન અને સેન્સરશીપ પ્રુફ વેબસાઈટનો ઉપયોગ કરશે. તેણે પ્રથમ ગ્વાટેમાલા જેલના ગાર્ડસ માટેના નિયમો જાહેર કર્યા ત્યારે દુનિયાનું તેના તરફ ધ્યાન ખેંચાયું. ર૦૧૦માં તેણે ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, ડેર સ્પાઈગેલ, લેમાંડે અને અસપાઈસ સાથે કામ કર્યું અને લાખો ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા. તેણે રાજનેતાઓ, સરકારો અને સંગઠનો સાથે જોાયેલા ૧ કરોડ ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા તેમજ વિશ્લેષણ લીક કર્યા. તેઓ તેણે અમેરિકા, યુરોપ, ચીન, આફ્રિકા, મીડલ ઈસ્ટ સહિતની સરકારોના ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા. તેણે અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનું કામ વધારી દીધું. અસાંજેએ એ દાવાઓને ફગાવી દીધા. જેમાં વિકિલીક્સ અને રશિયાએ સાથે મળી કામ કર્યું.
(ર) વિવાદ : વિકિલીક્સે ર૦૧૬માં અમેરિકાના ડેમોક્રેટીક પાર્ટીના અધિકારીઓના ઈ-મેલ્સ જાહેર કરી ખળભળાટ મચાવી દીધા. જેમાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં લેફટ વીંગના બર્ની સેન્ડર્સની જીયાએ હિલેરી ક્લિન્ટનને સમર્થન આપવા અને મોટા પદ પર બેઠેલા પાર્ટીના સભ્યોને રાજીનામું આપવા કહ્યું હતું. વિકિલીક્સ રૂઢિચુસ્ત સઉદી અરબના એક ગે વ્યક્તિની ઓળખ જાહેર કરવાનો આરોપ લાગ્યો હતો.
(૩) ધરપકડ વોરંટ : વિકિલીક્સના ખરાબ દિવસ ત્યારે આવ્યા જ્યારે અસાંજેનું ઘણા કૌભાંડમાં નામ આવ્યું. તેના પર રેપનો આરોપ લાગતા ધરપકડ વોરંટ ઈસ્યુ થયું. ર૦૧૭માં સ્વીડનમાં તેના પર રેપના આરોપ પરત ખેંચ્યા. છતાં તેને ડર હતો કે અમેરિકા તેને ગુપ્ત દસ્તાવેજોનો ખુલાસો કરવા પ્રત્યાર્પણ કરાવી શકે.
(૪) સ્નોડેન અને મૈનિંગ : ર૦૧૦માં જેટલા અમેરિકી દસ્તાવેજો લીક થયા બાદ દુનિયાભરની સરકારોને શરમ અનુભવવી પડી. વિકિલીક્સને આ (૭ લાખ) ગુપ્ત દસ્તાવેજો ચેલ્સિયા મૈનિંગે સોંપ્યા હતા. મૈનિંગ અમેરિકાનો સૈનિક હતો. તેની મદદ વગર લીક સંભવ નહતું. મૈનિંગને અમેરિકામાં ર૦૧૩માં આ આરોપસર ૩પ વર્ષની જેલની સજા થઈ. ર૦૧૭માં ૩ વર્ષની સજા બાદ તેને મુક્ત કરાયો. તેને પુનઃજેલમાં મોકલાયો જ્યારે તેણે વિકિલીક્સ સામેની જ્યુરીમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો.
પૂર્વ અમેરિકી ગુપ્તચર એડવર્ડ સ્નોડેનને પણ વિકિલીક્સનું સમર્થન મળ્યું. જો કે તેણે નેશનલ સિક્યુરીટી એજન્સી સાથે જોડાયેલ દસ્તાવેજ લીકનો ખુલાસો કરવા અંગે વિકિલીક્સની સાઈટનો ઉપયોગ ન કર્યો.
અસાંજેએ સ્નોડેનને સલાહ આપી કે તે અમેરિકામાં કાનૂની કાર્યવાહીથી બચવા ઝડપથી મોસ્કો ભાગી જાય.
(પ) ફિલ્મોમાં વિકિલીક્સ : વિકિલીક્સ પર બે મોટી ફિલ્મો બની છે. (૧) ્‌રી હ્લૈકંર ઈજંટ્ઠીં અને ઇૈજા ર૦૧૬માં કાન ફિલ્મ ફેસ્ટીવલમાં વિકિલીક્સ સાથે જોડાયેલ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ કરાઈ.
ર૦૧રમાં ‘‘્‌રી જીૈદ્બર્ર્જહજ’’ના એક એપિસોડમાં અસાંજેએ ગેસ્ટ એપિરિયંસ આપી. તેણે ઈકવાડોર દૂતાવાસથી ફોન પર તેની રેકોર્ડિંગ કરાવી હતી.